Tuesday, April 3, 2012

રામનવમી ઉજવણી...


કોઠારા માં શ્રીરામ જન્મોત્સવ્ ની ઉજવણી ભક્તિ-ભાવ્ અને ધામધૂમ પૂર્વક કરવામાં આવી, સવારે ભગવાન શ્રીરામ ની પૂજનવિધિ તથા બપોરે ૧૨ વાગ્યે રામજન્મ ઉજવવામાં આવ્યો. સાંજે ૪ થી ૫ સુધી શ્રી દરિયાલાલ મંદિર મધે ભજન કીર્તન અને દુહા-છંદ ની રમઝટ સ્થાનિક કલાકારો એ બોલાવી, ત્યારબાદ ૫ વાગ્યે વિશાળ જનસમુદાય,ભકતગણો ની ઉપસ્થિતિ માં રવાડી નો પ્રારંભ, જે કોઠારા ના મુખ્ય માર્ગો પરથી શ્રીરામ જય રામ જય જય રામ ના જય નાદ સાથે કોઠારા ને ગુંજવતી ગઈ. રવાડી પરત આવ્યા બાદ સંગીતમય મહાઆરતી અને સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગ ના ઉપલક્ષ માં સ્થાનિક બજાર અડધો દિવસ  બંધ રહ્યું હતું.

Thursday, March 8, 2012

આઈ હોલી આઈ

લગભગ ત્રણેક હજાર છાણા ના ઉપયોગ થી તૈયાર કરાયેલી આ હ્લોળી નું મહત્વ છેક હિન્દુ સંસ્કૃતિ ના ગ્રંથો થી મળી આવે છે.

Wednesday, March 7, 2012

કભી કભી


વિતેલા સમય ના સંભારણા ની પેટી ખુલે ત્યારે કેટ્લાક એવા દ્રશ્યો કે જે મન ને લોભાવે, જે નજર સામે તરે ત્યારે યાદ આવે કે અમેય કુબેર હતા. ( વીતેલા સમય ના કોઠારા નું એક દ્રશ્ય )

Tuesday, March 6, 2012

વીરો ના સંભારણા,અબડાસા તાલુકો જેમના નામ થી ઓળખાય છે, એવા વીર અબડા અડભંગ ની યાદ માં દર વર્ષે તેમના સ્થાન રામપર (અબડા) માં ફાગણ વદ એકમ ના ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા. ૦૯/૦૩/૨૦૧૨ ને શુક્રવાર થી મેળા નો પ્રારંભ થશે.*સવારે ૧૦ કલાકે, નલીયા ત્રિભેટે અબડા અડભંગ દાદાશ્રી ના પૂજન અને હારરોપણ, ત્યાર બાદ ૧૧.૧૫ કલાકે તેમના સ્થાનક રામપર મધ્યે, ધ્વજારોપણ ની વિધિ સંપન્ન થશે. જેની સાથે, ભવ્ય સંતવાણી ( રાત્રે ૧૦ વાગ્યે)નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના નામી કલાકારો જેમ કે દેવરાજભાઈ ગઢવી ,શૈલેશ મારાજ, હરિભાઈ ગઢવી , મેઘરાજભાઈ ગઢવી સાથે સર્વે સાજીન્દાઓ ભજનો ની રમઝટ બોલાવશે.
સાથે સાથે તા. ૧૦ ને શનિવારે સવારે ૯.૩૦ કલાકે વીરપૂજા તથા શસ્ત્રપૂજા , અને બપોરે ૧૨ કલાકે સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.
* જેની સાથે સાથે અબડાસા તાલુકા ના પૂ. સંતો પધારશે,
* સ્વ. અનિરુદ્ધ જેન્તીલાલ ભાનુશાલી ભોજનાલય હોલ નું લોકાર્પણ.
* તથા અન્ય અબડાસા ના અતિથી વિશેષ મહાનુભાવો ની હાજરી...........

Sunday, March 4, 2012

strops ઇન કોઠારા,કોઠારા ના કોંસીસર તળાવ માં blackstrops ની આવનજાવન શરુ થતા તળાવ ની સુંદરતા માં વધારો થયો છે.
photo by - kamal gor

Saturday, February 25, 2012

કૂલ કૂલ અબડાસા,

અબડાસા આમ તો ઠંડી ને લીધે સમાચાર પત્રો માં હમેશા ચર્ચિત રહ્યું છે, ૨ કે ૩ ડીગ્રી જેટલી ઠંડક તો દર શિયાળે અહી ના લોકો અનુભવે છે, પણ તા. ૬ અને ૭ દરમ્યાન ૦.૮ ડીગ્રી એ પહોચેલા પારા એ જનજીવન ને થોડા સમય માટે થંભાવી દીધેલું. કોઠારા નજીક ના ખીરસરા વાડી વિસ્તારો માં રહેતા કેટલાક લોકો એ પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે વહેલી સવારે તેમને પોતાના ખુલ્લા માં પાર્ક કરાયેલા વાહનો પર બરફ ની પાતળી પરતો જામેલી દેખાઈ હતી.

કોઠારા વિશેષ

* જૈન સંપ્રદાય ના અ.ગ..પ્.પુ.આચાર્ય ભગવંત શ્રી. ગુણોદયસાગરસુરીશ્વરજી મ. સા. ના કોઠારા મધ્યે તા. ૦૪/૦૨/૨૦૧૨ ના આગમન સમય ની કેટલીક યાદગાર તસ્વીરો.PHOTO BY- MR. KIRANBHAI PALANI

Tuesday, February 21, 2012

ધૂંધ કી બદરી તલે,
શિયાળો જવાની તૈયારી કરી રહ્યો છે, ગરમીના દિવસો નું આગમન થઇ રહ્યા ના સંકેતો રૂપી આ ઝાકળ ની ચાદર માં લપેટાયેલા કોઠારા નું એક દ્રશ્ય......

Sunday, February 5, 2012

કાઉ ફોક્ષ્
પશુપાલકો ની ચિંતા નો વિષય બની ગયેલા એવા ગાયો અને ભેંસો માં જોવા મળતા કાઉ ફોક્ષ્ નામના આ રોગે કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માં છેલ્લા કેટલાક દિવસો થી ધામા નાખ્યા છે, નજીક ના સંપર્ક માં રહેવાથી હવા અને સ્પર્શ દ્વારા ફેલાતા આ રોગે પશુઓ માં દૂધ નું પ્રમાણ ઘટાડી દીધું છે. પશુ ડોક્ટરો ના મત પ્રમાણે આ રોગ પશુઓ નું દોહન કરનાર વ્યક્તિ ને પણ ચેપ દ્વારા લાગી શકે છે, જેમાં તેમના હાથ પર ફોડલીઓ થવાની અને તે ફૂટ્યા બાદ અસહ્ય પીડા થતી હોવાનું જણાવાયું છે, જો આવા લક્ષણો પશુઓ ના આંચળ પર કે દોહતી વ્યક્તિ ના હાથ પર દેખાય તો તાત્કાલિક મેડીકલ સારવાર લેવા તજજ્ઞો ની સલાહ છે.
PHOTO- KAMAL GOR

Saturday, January 21, 2012

અપવાદ

કુદરત ના રંગો એવા અનેરા છે કે માનવી ના મન ને એને સમજતા જન્મો વીતી જશે. વાત છે એક એવી લાક્ષણીકતા કહો તો , કે મુસીબત કહો, પ્રકૃતિ પોતાના દ્વારા કરતી રચના માં જયારે અપવાદ કે વિસંવાદિતા મુકે ત્યારે આ કાળા માથા ના માનવી ને બે ઘડી વિચારતો કરી દે. વાત છે કોઠારા થી ૩ કિમી. અંતરે આવેલ નાનકડા સાયરા ગામ ની, પશુપાલન નો વ્યવસાય કરતા એક વડીલ વ્યક્તિ કોઠારા આવી પશુ ચિકિત્સક ની ચિંતાતુર ચહેરે શોધ ચલાવી રહ્યા હતા, અંતે ગામ માં તપાસ કર્યા બાદ KFFFDT... આ એન. જી. ઓ. ની સાથે જોડાઈ ને કામ કરતી સંસ્થા પશુપાલક મિત્ર ના ડોક્ટર યશવંત પટેલ સાથે તેમની મુલાકાત થઇ, ડોક્ટર ને સાથે લઇ સાયરા પહોચ્યા બાદ એક, હાસ્ય સહ કરુણા ઉપજાવે તેવું સત્ય બહાર આવ્યું. ચારેક દિવસ પહેલા જન્મેલા એક ઘેટીના નર બચ્ચાને કુદરતે મળમાર્ગ જ આપ્યું ન હતું. આવી સ્થિતિ માં બચ્ચાનું લાંબુ જીવવું કદાચ મુશ્કેલ બની જાય, પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ડો. યશવંતે પશુપાલક ની સહમતી થી સીઝીરીયન નો પ્રયાસ કરી એક જીવ બચવા ની સંભાવના દર્શાવી , અને સફળતાથી પાર પડી. સીઝર પૂરું થતા જ જાણે બચ્ચા એ મુક્તતા નો આરામ લીધો , અને પશુપાલક ના મન પર થી જાણે ખુબ મોટો બોજ ઉપડ્યો, અત્રે ઉલ્લેખનીય છે કે દરેક પશુપાલક પોતાના પશુધન ની પોતાના કુટુંબ ની જેમ જ સાચવણી કરતા હોય છે. અને તેમ પર આવતી મુશ્કેલી ને તેઓ પોતાની જ મુશ્કેલી સમજે છે, કેમ કે એક બીજા પર તો નિર્ભર છે, તેમનું જીવનધોરણ......