Monday, January 25, 2010

કોઠારા સર્વરોગ નિદાન કેમ્પ


































શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ આયોજીત શ્રી નરનારાયણદેવ સર્વ રોગ નિદાન અને સારવાર મેડીકલ કેમ્પ ૨૦૧૦, નું આયોજન છેલ્લા ૩ દિવસ થી પૂરજોશ માં ચાલી રહ્યું હતું.ભુજ મધે નવનિર્માણ પામી રહેલા વિશાળ શ્રી સ્વામીનારાયણ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના અનુસંધાને સમગ્ર કચ્છ જીલ્લા ને રોગમુક્ત કરવા ૧ અભિયાન શરુ કરવામાં આવ્યું .જેમાં નખત્રાણા, અને દયાપર બાદ કોઠારા માં કેમ્પ યોજવાનું નિશ્ચિત કરાયું, બધી જ તૈયારીઓ બાદ તા. ૨૪/૦૧/૨૦૧૦ ના રોજ સવારે ૭ કલાકે કેમ્પ શરુ થયો. આ કેમ્પ માં દાંત,આંખ,કાન,નાક,ગળું,હાડકા,તેમજ બાળરોગ અને અન્ય કેટલાક નિષ્ણાત ડોકટરો એ પોતાની સેવા આપી, કેમ્પ માટે સ્થળ માં શ્રી જી. ટી. હાઇસ્કૂલ અને જી. ટી. હોસ્ટેલ ની પસંદગી ઉતારવામાં આવી, સમગ્ર કચ્છ માંથી ૩૫ જેટલા ડોકટરો એ પોતાની સેવાઓ પ્રદાન કરી જેમાં ડો. મહાદેવ પટેલ, ડો. સી. વી. લીંબાણી, ડો. નીરજ જોબનપૂત્રા, ડો. અંજલી હિરાણી,ડો. જીતેશ વાસાણી, ડો. ધીમંત ગાલા, ડો. વીરેન રહેના, ડો. ચિંતન વ્યાસ, ડો. મુકેશ ચંદે, ડો. કમલેશ વેગડ, ડો. રાજેશ ગોરી, ડો. નિશાંત પૂજારા, ડો. સુરેશ સાકરિયા તથા અન્ય નિષ્ણાંત ડોક્ટર્સ ની ટીમ ના નિદાન અને સારવાર નો લાભ આ કેમ્પ માં આવેલ દર્દીઓ ને મળ્યો. સર્વરોગ નિદાન કેમ્પ માં આસપાસ ના વિસ્તારો અને સમગ્ર કચ્છ માંથી ૩૦૦૦ થી પણ વધુ દર્દીઓ ને તપાસવામાં આવ્યા. જેમાં ૩૫૦ જેટલા આંખ ના ઓપરેશન અને ૩૦૦ જેટલા ગાંઠ તથા હાડકા ને સબંધિત રોગો ધરાવતા દર્દીઓ ને વધુ સારવાર માટે લેવાપટેલ હોસ્પિટલ ભુજ આવવા અનુરોધ કરાયો હતો. કેમ્પ ની સાથોસાથ રક્તદાન ની પણ પ્રક્રિયા ચાલુ હતી જેમાં ૭૫ જેટલી બોટલો રક્તદાન થયું, અને વ્યસનમુક્તિ અંતર્ગત પોસ્ટરો લગાવવામાં આવેલ હતા. તેમજ ૧૧ વાગ્યે પધારેલા સ્વામીનારાયણ મંદિર ના સંતો એ સમગ્ર કેમ્પ નું ભ્રમણ કરી સર્વે ના ખબર જાણ્યા હતા, અને સર્વે દાતાશ્રીઓ તથા સ્વયંસેવકો ને બિરદાવી આર્શીવચનો આપ્યા હતા. વ્યસન થી તથા કેન્સર જેવા રોગો ને સમાજ માંથી દૂર કરવા સ્વામીશ્રી એ યુવાનો ને હાકલ કરી હતી, સમગ્ર આયોજન ને સફળ બનાવવા કોઠારા ગામ ના સર્વે હિંદુ,મુસ્લિમ યુવાનો એ ભરપૂર સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત કોઠારા સાર્વજનિક દવાખાના સ્ટાફ, પી. એચ. સી. , ખાદીગ્રામ , જી. ટી. હાઈ. અને હોસ્ટેલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ તથા અન્ય નામી અનામી સ્વયંસેવકો એ પોતાનું પૂર્ણ યોગદાન આપ્યું. આ ઉપરાંત સ્થાનિક ના ડો. જાડેજા અને ડો. ચોંહાણ તથા કોઠારા અને આસપાસ ના કેટલાક ગામો ના આગેવાનો એ હાજરી આપી પૂરો સહયોગ પ્રદાન કર્યો હતો.
સમગ્ર કેમ્પ માં બધીજ જ્ઞાતિઓ માંથી સ્વયંસેવકો , સામાજિક અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે જોડાએલા કાર્યકરો, કર્મચારીઓ નો પૂરો સહયોગ સાંપડ્યો હતો અને વ્યવસ્થા જાળવવામાં સફળતા મળી હતી.
સર્વરોગ નિદાન કેમ્પ ની પૂર્વતૈયારી, આયોજન, વ્યવસ્થાપન અને પરિપૂર્ણતા માં જેમણે શરૂઆત થી અંત સુધી માં પોતાનો સમગ્ર સમય અને શક્તિ નું યોગદાન આપ્યું, એવા શ્રી જી. ટી. હાઇ. ના માજી આચાર્ય શ્રી પ્રભાતસિંહ જાડેજા અને એમની સાથે સતત આ આયોજન ને સફળ બનાવવા પ્રયાસરત રહેનારા રમેશ આર. પટેલ, રાજુભાઈ સી. પોમલ,અબોટીભાઈ, ઝાલાસાહેબ, વનરાજસિંહ જાડેજા, રાજવીરસિંહ રાઠોડ, ગુલાબ શાહ , વિક્રમ સોલંકી,ચેતનભાઈ અબોટી તથા વિનુભાઈ દરજી અને કેમ્પ માં ડોક્ટર્સ ની ટીમ સાથે કેરા કુન્દ્ન્પૂર તથા બળદિયા થી આવેલા લેવાપટેલ સમાજ ના ભાઈઓ તથા બહેનો, અને કેમ્પ માં પોતાની સક્રિય ભૂમિકા આપનાર દરેક નામી અનામી વ્યક્તિઓ નું કોઠારા ગામ આભારીછે............... (આ પોસ્ટ ની કેટલીક તસ્વીરો માટે રાજેશ પોમલ નો આભારી છું.)