Tuesday, June 14, 2011

કોઠારા સમાચાર

કોઠારા આઈ ટી આઈ માં પ્રવેશ માટે ની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે, ઇચ્છુક ઉમેદવારોએ આ વખત ના નવા નિયમ મુજબ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી આઈ ટી આઈ માં જમા કરાવવાના રહેશે, આ સાથે પ્રવેશફોર્મ ની લીંક અહી મુકેલ છે, જે આપને ઉપયોગી થશે...
http://itiadmission.guj.nic.in/

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪/0૬/૨૦૧૧ સાંજે ૫ વાગ્યા સુધી, અને આઈ. ટી. આઈ. માં ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૮/0૬/૨૦૧૧ નિયત કરવામાં આવેલ છે, જેની વિશેષ નોંધ લેશો,

કોઠારા માં અમી છાંટણા

વૈશાખ અને જેઠ માસ ની ધોમ ખીલેલી તાપ ની મોસમ ને અનુભવ્યા બાદ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર માં છુટાછવાયા ઝાપટા પડતા પુષ્કળ તાપ માં શેકાયા બાદ થોડી રાહત મળી છે.ગઈકાલે બપોર બાદ કોઠારા માં પણ ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો, અંદાજે કલાકેક ચાલેલા વરસાદ થી વરસાદી પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણ માં મોડી સાંજે ઠંડક નો આહલાદક અહેસાસ વર્તાતો હતો, ઉલ્લેખનીય છેકે અરબીસમુદ્ર માં બનેલા હળવા દબાણ ના કારણે વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા ગત દિવસો માં કરવવામાં આવેલ હતી...

Friday, June 3, 2011

માનવ સેવા એટલે માનવજ્યોત

આપણા જીવનકાળ દરમ્યાન કેટકેટલા અનુભવો માંથી પસાર થતા હોવા છતાં આપણને સદા સ્મરણીય રહે એવી કેટલીક ઘટનાઓ કે વ્યક્તિઓ મળે છે, તમે ગામ શહેર કે કસ્બા અને જાહેર રસ્તાઓ પર મેલાઘેલા ફાટેલા વસ્ત્રો, વધી ગયેલા વાળ અને પોતાના માનવી તરીકે ના અસ્તિત્વ નું પણ જેને કદાચ જ જ્ઞાન બચ્ચું હોય તેવા માનવ દેહ માં રહેતા કુદરત ની સહજ કૃપા થી વંચિત વ્યક્તિઓ જોયાજ હશે...
ક્યારેક એવું પણ લાગે કે સમાજ ની ધારા માંથી વિખુટા પડી ગયેલા આવા નાના નાના ઝરણાઓ ની મંઝીલ કઈ ? કે એને આ સ્વાર્થી જગત માં નિસ્વાર્થ ભાવે એની પરિસ્થિતિ ને નજરે રાખી એના જીવન સમાપન સુધી કે પછી તેના સ્ત્રોત સુધી સાચવી ને પહોચાડનાર, એની કાળજી લેનાર તત્વ્ કોણ?
પરમેશ્વર શબ્દ મેં અને તમે ઘણી વાર બોલ્યો અને સાંભળ્યો છે, પણ પરમેશ્વર ને જોયો ? ના કોઈએ નથી. આ જગત માં જ બે પાસાઓ છે અને નથી, આ બન્ને વચ્ચે જીવન ને સંઘર્ષ ની જેમ જીવીજાતા માનવીઓ માજ સાચા ઇન્સાન, ભગવાન, કે હેવાન ને જો દ્રષ્ટી હોય તો અહીજ જોઈ જવાય છે,
આજે વાત કરવી છે જીગર ની , હા કોઠારા માં અચાનક છેલ્લા કેટલાક દિવસો થી ક્યાંક થી આવી પહોચેલા, લોકો જેને પાગલ ના નજરિયા થી જોતા હોય છે એવા એક સખ્શ ની, કે જે શેરીઓ માં ફરી દયાભાવના રાખતા લોકો દ્વારા જે કઈ મળે તેના દ્વારા દિવસો ગુજારતો , રાત્રે રસ્તા પર છેડે પડી રહેતો, અને ગામના જ કેટલાક યુવાનો ને ચોમાસા ની ધારણા થયા બાદ આ વ્યક્તિ માટે કઈ યોગ્ય કરવા વિચાર આવ્યો , અને ત્યારે નામ આવ્યું માનવજયોત ભુજ નું હા કચ્છ ની એવી એક સેવાભાવી સંસ્થા કે જે આજ 15 વર્ષ થી વધુ સમય થી આવી વ્યક્તિઓ ના કલ્યાણ માટે જ કામ કરે છે. અને પછી જીગર ને ગામ ના કેટલાક સેવાભાવી યુવાનો ની મદદ થી ભુજ માનવ જ્યોત લઇ જવામાં આવ્યો , ત્યાં જે રીતે આવી અવસ્થા માં પહોચેલી વ્યક્તિ ઓ ને સાચવવામાં આવે છે, એ જોયા બાદ માનવીઓ માં વસતી કરુણા-સેવા અને સહનશીલતા જોયા પછી જો ઈશ્વર દર્શન નું સ્વપ્ન જોવાની ઈચ્છા બાકી હોય તો એ પણ જરૂરથી હૃદય માંથી ઉઠતા લાગણીઓ ના પ્રવાહ સાથે આંખમાંથી અશ્રુઓ બની ને વહી જાય..........
photo by~bhupatsinh jadeja