Saturday, January 21, 2012

અપવાદ

કુદરત ના રંગો એવા અનેરા છે કે માનવી ના મન ને એને સમજતા જન્મો વીતી જશે. વાત છે એક એવી લાક્ષણીકતા કહો તો , કે મુસીબત કહો, પ્રકૃતિ પોતાના દ્વારા કરતી રચના માં જયારે અપવાદ કે વિસંવાદિતા મુકે ત્યારે આ કાળા માથા ના માનવી ને બે ઘડી વિચારતો કરી દે. વાત છે કોઠારા થી ૩ કિમી. અંતરે આવેલ નાનકડા સાયરા ગામ ની, પશુપાલન નો વ્યવસાય કરતા એક વડીલ વ્યક્તિ કોઠારા આવી પશુ ચિકિત્સક ની ચિંતાતુર ચહેરે શોધ ચલાવી રહ્યા હતા, અંતે ગામ માં તપાસ કર્યા બાદ KFFFDT... આ એન. જી. ઓ. ની સાથે જોડાઈ ને કામ કરતી સંસ્થા પશુપાલક મિત્ર ના ડોક્ટર યશવંત પટેલ સાથે તેમની મુલાકાત થઇ, ડોક્ટર ને સાથે લઇ સાયરા પહોચ્યા બાદ એક, હાસ્ય સહ કરુણા ઉપજાવે તેવું સત્ય બહાર આવ્યું. ચારેક દિવસ પહેલા જન્મેલા એક ઘેટીના નર બચ્ચાને કુદરતે મળમાર્ગ જ આપ્યું ન હતું. આવી સ્થિતિ માં બચ્ચાનું લાંબુ જીવવું કદાચ મુશ્કેલ બની જાય, પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ડો. યશવંતે પશુપાલક ની સહમતી થી સીઝીરીયન નો પ્રયાસ કરી એક જીવ બચવા ની સંભાવના દર્શાવી , અને સફળતાથી પાર પડી. સીઝર પૂરું થતા જ જાણે બચ્ચા એ મુક્તતા નો આરામ લીધો , અને પશુપાલક ના મન પર થી જાણે ખુબ મોટો બોજ ઉપડ્યો, અત્રે ઉલ્લેખનીય છે કે દરેક પશુપાલક પોતાના પશુધન ની પોતાના કુટુંબ ની જેમ જ સાચવણી કરતા હોય છે. અને તેમ પર આવતી મુશ્કેલી ને તેઓ પોતાની જ મુશ્કેલી સમજે છે, કેમ કે એક બીજા પર તો નિર્ભર છે, તેમનું જીવનધોરણ......

1 comment:

  1. Dr Saheb Aapsri aavi j Seva AApta raho evi amari subhkamna Jay Jadaja

    ReplyDelete