કોઠારા જિનાલય

૭૮ ફૂટ લાંબુ, ૬૪ ફૂટ પહોળું અને ૭૩.૫ ફૂટ ઊંચું કોઠારાનું જૈન જિનાલય એની વિશાળતા અને ભવ્યતા, કલાકારીગરી તથા શિલ્પકામ માટે જગવિખ્યાત છે.

વેપારક્ષેત્રે નામના મેળવનાર જ્ઞાતિના ત્રણ શ્રેષ્ઠીઓ શેઠ વેલજી માલુ, શેઠ શિવજી નેણશીં તથા શેઠ કેશવજી નાયકે કોઠારામાં જિન પ્રસાદ નિર્માણ કર્યું. આ સમગ્ર દેરાસરની રચના સારામાં સારા કુશળ કારીગરો રોકીને સાભરાઇના સલાટ નથુ રાઘવજીએ કરેલી. શેઠ શિવજી નેણશી જાતે દેખરેખ રાખવા મુંબઇથી કચ્છ કોઠારા ગામે આવીને રહ્યા હતા. સારામાં સારા કારીગરો રોકીને સં. ૧૯૧૪-૧૫માં જિનાલયનું કામ શરૂ કરાવવામાં આવેલું. ૪૦૦ માણસોએ ૪ વર્ષ સુધી કામ કરતાં ગગનચુંબી જિનાલય બાંધવા પાછળ ત્રણેય શ્રેષ્ઠીવર્યોને ૧૬ લાખ કોરી ખર્ચ કરેલા જિનાલયના પાયામાં એકાવન ગાડાં નાણું નાખીને જિનાલયની બાંધણીને મજબૂત કરવામાં આવેલી.

સંવત ૧૯૧૮ મહાસુદ -૧૩ બુધવાર તા.૧૨/૨/૧૮૬૨ના આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવેલી. પ.પુ. અચલગચ્છાધપિતિ આ.ભ. રત્નાસાગર સૂરશિ્ર્વરજી મ.સા. તથા અનેક શ્રમણો ઉપસ્થિત રહ્યા હતા.
આ જિનાલયના નિર્માણ પહેલાં જિનાલયની બાજુમાં એક નાનું સુંદર દેરાસર છે જે ૪૨૫ વર્ષ પહેલાં બંધાયેલું છે, જેમાં શાંતિનાથજી પ્રભુ બિરાજમાન છે. આ મૂર્તિ સંપતિ રાજાના વખતની ૧૨૦૦ વર્ષ જુની છે. આ જિનાલયને જુના શાંતિનાથ જિનાલય તરીકે ઓળખાય છે.

કોઠારા જિનાલય વિશે જાણવા જેવું

સને ૧૯૬૫ સં.૨૦૨૧ના જૈઠવિદ ૧૦ના દિને જિનાલયની શતાબિ્ધ મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવેલી. અચલગચ્છાધપિતિ પ.પૂ.આ.ભ. ગુણસાગર સૂરશિ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં ધામધૂમપૂર્વક શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. પ.પૂ.આ.ભ. વિજયયશોભદ્ર સૂરશિ્ર્વરજી મ.સા. એ પણ મહોત્સવને નિશ્રા આપી હતી.
સં. ૨૦૦૪ના શ્રાવણ સુદ - ૧૫ ને ગુરુવાર તા.૧૯/૮/૧૯૪૮ના જિનાલયની ધ્વજદંડ પ્રતિષ્ઠા થઇ હતી. અનંતનાથજી ટ્રસ્ટ તરફથી જિનાલયનો જિર્ણોદ્વાર થયો હતો.

સં.૧૯૮૧ તથા સં. ૨૦૦૨થી ૨૦૦૫ તથા સં.૨૦૪૧-૨૦૪૨માં કાળ પ્રભાવથી થયેલ ઘસારાનો જિણોgદ્વાર અનંતનાથજી મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટ મુંબઇ તરફથી ઉદાર સહાય વડે હાથ ધરવામાં આવેલ. પાષાણની ૧૫૩, ધાતુની ૫૪, ચાંદીની ૨૦ અને સ્કુટિકની ૧ એમ કુલ ૨૨૮ મૂર્તિઓ અને ૮૯ સિદ્ધચક્ર આ જિનાલયના જુદા-જુદા ગંભારા અને ડેરીઓમાં આવેલાં છે.

તા.૨૬/૧/૨૦૦૧ના આવેલ ભૂકંપ વખતે આ જિનાલયને ભારે નુકસાન થયું હતું. ૩૦ લાખના ખર્ચે જિનાલયનો જીણોgદ્વાર કરવામાં આવેલો. કોઠારા ગામે અતિ આધુનિક નવું ‘અજાણી અતિથિગૃહ’ બનાવવામાં આવેલું છે. આ નવા અતિથિગૃહના મુખ્યદાતા માતુશ્રી કાંતાબાઇ ગોવિંદજી લોડાયા (અજાણી), શેઠ લક્ષ્મીચંદ ધારશી મોતા અને પરિવાર તરફથીરાજબાઇ લક્ષ્મીચંદ ધારશી મોતા લાખણિયાવાલા જૈન ભોજનશાળા બાંધવવામાં આવેલ છે... spl.thanks, to - mr. prabodh munvar