Saturday, August 29, 2009

શ્રી ગણેશ ઉત્સવ 1




શ્રી ગણેશ ઉત્સવ







કોઠારા
કોઠારા માં ગણેશઉત્સવ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ભાવભક્તિ પૂર્વક થઇ, પહેલા દિવસે ગણપતિબાપા નું પૂજન અર્ચન તથા હવન ના વિધિ બાદ બીજા દિવસે, રાત્રે સર્વ ભક્તજનો એ ભજન ની રસલ્હાણ માણી, ત્યાર બાદ ત્રીજા દિવસે સંસ્કૃતિક કાર્યક્રમો માં નાના બાળકો ની અનેરી છટા એ બધાના મન મોહી લીધા, ત્યાર બાદ ચોથા દિવસે ભવ્ય રવાડી જેમાં ગણપતિબાપા મોર્યા ના નાદ થી કોઠારા ની શેરીઓ ગુંજી ઉઠી, અને રાત્રે વામાંસર તળાવ મધ્યે ગણપતિબાપા ની પ્રતિમા નું ભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. (પ્રસ્તુત પોસ્ટ ની કેટલીક તસ્વીરો માટે કચ્છમિત્ર પ્રેસ ફોટોગ્રાફર મનોજ સોની નો સહયોગ મળ્યો તે બદલ હૃદય થી તેમનો આભારી છું.) 

Friday, August 28, 2009

પીન્ગલેશ્વર






કોઠારા થી ૨૦ કિમી. દૂર આવેલ પિંગલેશ્વર નો રમણીય દરીયાકીનારો. 

Sunday, August 2, 2009

કોઠારા સમાચાર

કોઠારા
કોઠારા ગામની વર્ષોની અભીલાષા પૂરી થઇ હોય , તેવા કાર્ય ની શરૂઆત થઇ, તા. ૦૧/૦૮/૨૦૦૯ ના દિવસે કોઠારા ના ગ્રામ સફાઈ, પાણીના પ્રશ્ન નો નિકાલ થયો, આ દિવસે રૂ. ૧ કરોડ અને ૧૮૦૦૦ ના ખર્ચે વાસ્મો અને હાલ ના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ ભાનુશાળી,થતા લોકફાળા અને અન્ય સહયોગ થી ગટર યોજના નો પાયો નંખાયો.

Saturday, August 1, 2009

શ્રી પાળેશ્વર મહાદેવ

કોઠારા
ખુરશીસર તળાવ ના આરે આવેલું શ્રી પાળેશ્વર મહાદેવ નું સ્થાન જ્યાં નિત્ય સાંજે સત્સંગ થાય છે.

કોઠારા નુતન પ્રવેશદ્વાર

કોઠારા
ગામ ની પશ્ચિમ દીશા માં શ્રી કેસરીનંદન હનુમાનજી ના મંદિર સાથે આવેલ જખૌવાળો નાકો (લોક વાયકા પ્રમાણે ) જેનું પુનઃનિર્માણ થયું પછી ની તસ્વીર.