Monday, November 29, 2010

I.I.M.A. પ્રોજેક્ટ












I.I.M એટલે કે (ભારતીય પ્રબંધ સંસ્થાન) જેનું નામ વિશ્વભર ની મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ માં ખ્યાતી પામેલ છે.અને જેની ૧ શાખા આપણાં ગુજરાત ના અમદાવાદ માં છે.જે આપણ ને ગર્વ લેવા જેવી બાબત છે. આઈ. આઈ. એમ.ના પ્રોફેસર શ્રી ગીરીજાશરણ ના માર્ગદર્શન હેઠળ કોઠારા ના ખાદીગ્રામ તથા ગેડા.(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) ના એક પ્રોજેક્ટ ગેસીફાયર ના સંકુલ માં એમ કુલ્લ બન્ને માં મળી ને આઈ. આઈ. એમ. ના ૩ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

(૧) ગ્રીન હાઉસ (ઇ.ટી.એચ.ઇ.)
સામાન્ય ગ્રીન હાઉસ થી આપણે બધા જો માહિતગાર હોઈએ તો ઇ.ટી.એચ.ઇ ને પહેલા સમજી લઈએ, અર્થ ટ્યુબ હીટ એક્ષ્ચેન્જર આ ટેકનોલોજી વપરાયા બાદ ગ્રીન હાઉસ એઈ, ટી, એચ. ઇ. બને છે. જેની માહિતી આપણે વિસ્તૃતી થી મેળવીએ, પૃથ્વી સપાટી પર જેમ શિયાળા ની ઋતુ માં તાપમાન ઠંડુ ,અને ઉનાળા માં ગરમ હોય છે.તેવી જ રીતે સપાટી થી જેમ ઊંડાણ માં (નીચે) જવામાં આવે જેમ કે, ૨ થી ૩ મીટર. તો સપાટી અને ઊંડાણ વચ્ચે ના તાપમાન માં વિરોધાભાસ જોવા મળ્યો છે.જ્યાં સપાટી અને નીચે ના તાપમાન માં ૩ થી ૫ ડીગ્રી નો ફરક નોંધાયો છે.અને આજ ફેરફાર ને દયાન માં રાખી ને ઇ. ટી. એચ. ઇ. કામ કરે છે.ખુલ્લા વાતાવરણ માંથી બ્લોઅર થી હવાને પાઈપ દ્વારા ભૂ સપાટી થી નીચે લઇ જઇ,પછી એજ હવા ને ઠંડી કે ગરમ (સપાટી ના તાપમાન થી) થયા પછી ગ્રીન હાઉસ માં લઇ જઇ ને ગ્રીન હાઉસ ના તાપમાન ને નિયંત્રિત કવામાં આવે છે. (આતો થઇ ઇ. ટી એચ. ઇ. ની સાદી સમજ)

(૨) સોલાર કાફેટેરિયા
વિપૂલ ઉર્જા ના અખૂટ કુદરતી સ્ત્રોત તરીકે સૂર્ય ને કોણ નથી જાણતું ? અને સોંરઉર્જા નો વધુને વધુ ઉપયોગ કરી ને માનવ જીવન ની સુખાકારી ને સરળ બનાવવા વિજ્ઞાન હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે.અને આજ ઉર્જા નો ભોજન બનાવવા માટે સૂર્યકુકર જેવા સાધન નો ઉપયોગ આપણે જાણીએ છીએ.કાફેટેરિયા નામ સોંરઉર્જા પર બનાવાયેલા સૂર્યકુકર થી વધુ કાર્યક્ષમ ડીઝાઇન ને આપવામાં આવ્યું, કે જેમાં ફેરીયા ઓ કે હોસ્ટેલ અથવા વધુ માનવ સમુદાય ને માટે એકસાથે પરંપરાગત ઇંધણ ના ઉપયોગ વિના, ધીમા તાપમાન પર બની જતી રસોઈ જેમ કે ભાત, ખીચડી ,દાળ અને અન્ય બેકફૂડ વગેરે બનાવી,આર્થિક અને પર્યાવરણ ને ખુબજ અનુરૂપ પરિણામો મેળવી શકાય છે.ઉલ્લેખનીય છે કે કોઠારા આશ્રમ શાળામાં બાળકો માટે બપોર ની રસોઈ માં આજ સાધન નો ઉપયોગ કરવામાં આવતો.(ઉપર ફોટો ક્રમાંક ૬ માં આશ્રમશાળા ના વિધાર્થીઓ ની પાછળ બેકગ્રાઉન્ડ માં પીળા રંગ ની ફ્રેમ અને રીફ્લેકટર સાથે કાફેટેરિયા નજરે પડે છે.)

(૩) ડીવ વોટર હાર્વેસટીંગ
કચ્છ જેવા રેતાળ અને સુકા પ્રદેશ,માં કે જ્યાં અત્યાર સુધી ઓછા વરસાદ અને પાણીની તીવ્ર અછત હંમેશા થી વર્તાતી રહી છે, ત્યાં માટે આ પ્રોજેક્ટ ખુબ આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે.સમુદ્ર કિનારો પાસે હોવાથી અને શિયાળા ની ઋતુ માં પડતા ઝાકળ ના પાણી નો પદ્ધતિસર રીતે સંગ્રહ કરી તેને ઉપયોગ માં લેવાની પ્રક્રિયા આ પ્રોજેક્ટ માં સામેલ છે.જેમાં મકાન ના છાપરા ના અને અન્ય કન્ડેન્સર જેવા સાધનો પર ખાસ જાત ના પોલીથીલીન ને કવર કરી ને તેના પર રાત્રી દરમ્યાન વરસેલા ઝાકળ ના પાણી ને એકઠું કરવામાં આવે છે.
આમ આ ત્રણેય પ્રોજેક્ટ પર રીસર્ચ ની પ્રક્રિયા આઈ.આઈ એમ. ની ટીમ કોઠારા, ઉપરાંત સાયરા સુથરી, પાનધ્રો વગેરે સ્થળો એ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે વલ્ડબેંક તરફ થી પણ સારું એવું ફંડિંગ મેળવવામાં સફળતા મળી છે.

Tuesday, November 23, 2010

માવઠું




અરબી સમુદ્ર અને અન્ય વિસ્તારો માં બનતા હળવા દબાણ ની અસરો વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી , તેનું એક ઉદાહરણ અહી જોવા મળ્યું. તા. ૨૨ ના કરાયેલી આગાહી મુજબ આખો દિવસ વરસાદ ઝરમર વરસતો રહ્યો, અને સાંજે વરસાદ રોકાતા ફૂકાયેલા ઠંડા કાતિલ પવનો એ ચોતરફ ટાઢોડું ફેલાવ્યું, સાંજ ના સમયે આકાશ માં દ્રશ્યમાન થયેલી તસ્વીરો. photo- mehul gor-manoj soni

Saturday, November 20, 2010

એક મનમોહક સાંજ...


જેમ જીવન માં ઉત્સાહ ના નવા રંગો ભરતા પ્રભાત નું મહત્વ અનોખું છે તેવીજ રીતે આખા દિવસ ના સંભારણા નું પોટલું બાંધી ને સાથે લઇ જતી સાંજ ને કેમ ઓછી આંકવી...ને આમેય સંધ્યા ની પાસે રંગો તો પ્રભાત ના જ છે, ને.............;
( પીન્ગલેશ્વર સાગર તટ ની એક રમણીય સાંજ. (૦૯/૦૮/૨૦૧૦) )

કેસરિયો કોઠારા માં પણ...




સમગ્ર ગુજરાત ની સાથે શ્રી નરેન્દ્ર મોદી ના નેત્રુત્વ વાળી ભાજપા. નો ધ્વજ કોઠારા માં પણ લહેરાયો, સ્થાનિક તાલુકા અને જીલ્લા પંચાયત ની સામાન્ય ચુંટણી માં કોઠારા ની બન્ને સીટો પર ભાજપા. ના ઉમેદવારો શ્રી મોકાજી હમીરજી સોઢા કે જેઓ હાલ કોઠારા ગામ ના સરપંચ પદ પર હતા, અને અબડાસા ના સામાજિક કાર્યકર અને ડુમરા ના વતની શ્રી જયંતીભાઈ ઠક્કર ને જીત નો સહેરો મળ્યો...(તા. ૨૧/૧૦/ થી ૨૩/૧૦/૨૦૧૦)
photo by-manoj soni