Saturday, February 25, 2012

કૂલ કૂલ અબડાસા,

અબડાસા આમ તો ઠંડી ને લીધે સમાચાર પત્રો માં હમેશા ચર્ચિત રહ્યું છે, ૨ કે ૩ ડીગ્રી જેટલી ઠંડક તો દર શિયાળે અહી ના લોકો અનુભવે છે, પણ તા. ૬ અને ૭ દરમ્યાન ૦.૮ ડીગ્રી એ પહોચેલા પારા એ જનજીવન ને થોડા સમય માટે થંભાવી દીધેલું. કોઠારા નજીક ના ખીરસરા વાડી વિસ્તારો માં રહેતા કેટલાક લોકો એ પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે વહેલી સવારે તેમને પોતાના ખુલ્લા માં પાર્ક કરાયેલા વાહનો પર બરફ ની પાતળી પરતો જામેલી દેખાઈ હતી.

કોઠારા વિશેષ

* જૈન સંપ્રદાય ના અ.ગ..પ્.પુ.આચાર્ય ભગવંત શ્રી. ગુણોદયસાગરસુરીશ્વરજી મ. સા. ના કોઠારા મધ્યે તા. ૦૪/૦૨/૨૦૧૨ ના આગમન સમય ની કેટલીક યાદગાર તસ્વીરો.



































































PHOTO BY- MR. KIRANBHAI PALANI

Tuesday, February 21, 2012

ધૂંધ કી બદરી તલે,




શિયાળો જવાની તૈયારી કરી રહ્યો છે, ગરમીના દિવસો નું આગમન થઇ રહ્યા ના સંકેતો રૂપી આ ઝાકળ ની ચાદર માં લપેટાયેલા કોઠારા નું એક દ્રશ્ય......

Sunday, February 5, 2012

કાઉ ફોક્ષ્




પશુપાલકો ની ચિંતા નો વિષય બની ગયેલા એવા ગાયો અને ભેંસો માં જોવા મળતા કાઉ ફોક્ષ્ નામના આ રોગે કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માં છેલ્લા કેટલાક દિવસો થી ધામા નાખ્યા છે, નજીક ના સંપર્ક માં રહેવાથી હવા અને સ્પર્શ દ્વારા ફેલાતા આ રોગે પશુઓ માં દૂધ નું પ્રમાણ ઘટાડી દીધું છે. પશુ ડોક્ટરો ના મત પ્રમાણે આ રોગ પશુઓ નું દોહન કરનાર વ્યક્તિ ને પણ ચેપ દ્વારા લાગી શકે છે, જેમાં તેમના હાથ પર ફોડલીઓ થવાની અને તે ફૂટ્યા બાદ અસહ્ય પીડા થતી હોવાનું જણાવાયું છે, જો આવા લક્ષણો પશુઓ ના આંચળ પર કે દોહતી વ્યક્તિ ના હાથ પર દેખાય તો તાત્કાલિક મેડીકલ સારવાર લેવા તજજ્ઞો ની સલાહ છે.
PHOTO- KAMAL GOR