શિલ્પ-સ્થાપત્ય અને અબડાસા..


અબડાસા ની ધિંગી ધરા વીરો અને દાનવીરો માટે પ્રખ્યાત છે, આવો આજે એક લટાર મારીએ આ ધરતી પર ના સપૂતો , એ દાનવીરો , એ કલાકારોએ વીતેલા સમય માં પોતાના પ્રાણ રેડી ને બેજાન પથ્થરો માં પ્રાણ પૂર્યા, અને જોઈએ કેટલાક કળા ના બેનમૂન સ્થાપત્યોને....

અબડાસા માં લગભગ ૪૦૦ વર્ષ જેટલા જુના મંદિરો ,દેરાસર અને દરગાહો આવેલા છે, જેમાં આજે પણ પ્રાચીન શિલ્પકળા દ્રશ્યમાન થાય છે, જેમાં કેટલાક સ્થળો હવે સમય ની થપાટો સહી સહી ને કદાચ ભૂતકાળ બની જશે,

પ્રાચીન શિલ્પ-સ્થાપત્યો માં કચ્છ માં કેરા-કોટ , પુઅરેશ્વર, તેરા અને લખપત જેવા સ્થળો જાણીતા છે, અને એવા પણ  અનજાન સ્થળો કે જ્યાં કળા પોતાના પૂર્ણ શ્રુંગાર સજી ને આજે પણ આવનાર ના મન ને રોમાંચિત કરેછે...
SPL. THANKS TO - KAMAL K. GOR