Friday, July 23, 2010

મેઘરાજા ની પધરામણી








તા. ૨૨ ની સવારે શરુ થયેલ વરસાદે જાણે રંગ રાખી દીધો, ગુજરાત સૌરાષ્ટ્ર ના વરસાદી સમાચારો ની સંગાથે રાહ જોઈ રહેલા સમગ્ર કચ્છીઓ ની આતુરતા ની સુખદ; સીમા આવી. કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માં સારા વરસાદ ની વધામણી આપતા લોકો ઠેર ઠેર નજરે પડ્યા. કોઠારા ના તળાવો માં પાણી ની આવક શરુ થતા તા. ૨૩ સવાર સુધી માં ૪૦ ટકા જેટલી સપાટી એ ખુરસીસર તળાવ ભરાયું હતું, એક અંદાજ મુજબ સમગ્ર દિવસ દરમ્યાન જો આજ રીતે વરસાદ ચાલુ રહેશે તો આજ રાત્રી કે કાલ સવાર સુધી માં તળાવ ઓગની જવા ની પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કપાસ,મગફળી,જુવાર,બાજરો,ગૂવાર જેવા પાક લેતા આ વિસ્તાર માટે આ વરસાદે સોના માં સુગંધ ભેળવી છે...
pahela warsaad ni samgra kothara wasio ne wadhamani...

Wednesday, July 21, 2010

કચ્છબંધ ના પડઘા



તા. ૨૦ મી. જુલાઈ ના રોજ સમગ્ર કચ્છબંધ ના પડઘા રૂપે કોઠારા માં પણ બંધ ની અસરો દેખાઈ હતી લગભગ ૮૦ થી ૯૦ ટકા વ્યાપારીઓનો પ્રતિસાદ બંધ તરફી દેખાયો હતો...{આ બંધ ભુજ ના કેટલાક વ્યાપારીઓ  ની ધરપકડ ના વિરોધ ને સંબંધિત બાબતો ને લઇ ને પડયો હતો, અત્રે  ઉલ્લેખનીય છે કે ભુજ નું હોલસેલ માર્કેટ પણ આજ બાબત ને લઇ ને છેલ્લા કેટલાક સમય થી બંદ રાખવામાં આવ્યું છે.}

Friday, July 2, 2010

કોઠારા માં I.T.I નો પ્રારંભ











કોઠારા તથા આસપાસ ના ગામો ના વિધાર્થીઓ માટે ઉધોગલક્ષી તાલીમ અને રોજગારી ની વિપુલ તકો મળે તે આશયે i.t.i. નો પ્રારંભ,એ વિકાસ ની દિશા માં અબડાસા નું એક કદમ ગણાય... ચાલો ત્યાં જઈને જોઈએ.......