Friday, December 23, 2011

અબડાસા ની ઠંડી

મોસમ ની અસર થી કોણ બચીને રહ્યું છે ? તેમાંય અબડાસા ની ઠંડી.....
ઠંડી સવારમાં સળગાવેલા કચરા ની ગરમી નો અહેસાસ મળતા એક ગાય પણ મનુષ્યો ની જેમ તાપણે તાપી ને ઠંડી થી રાહત મેળવી રહી છે.

Tuesday, November 15, 2011

શિલ્પ-સ્થાપત્ય અને અબડાસા..


અબડાસા ની ધિંગી ધરા વીરો અને દાનવીરો માટે પ્રખ્યાત છે, આવો આજે એક લટાર મારીએ આ ધરતી પર ના સપૂતો , એ દાનવીરો , એ કલાકારોએ વીતેલા સમય માં પોતાના પ્રાણ રેડી ને બેજાન પથ્થરો માં પ્રાણ પૂર્યા, અને જોઈએ કેટલાક કળા ના બેનમૂન સ્થાપત્યોને....

અબડાસા માં લગભગ ૪૦૦ વર્ષ જેટલા જુના મંદિરો ,દેરાસર અને દરગાહો આવેલા છે, જેમાં આજે પણ પ્રાચીન શિલ્પકળા દ્રશ્યમાન થાય છે, જેમાં કેટલાક સ્થળો હવે સમય ની થપાટો સહી સહી ને કદાચ ભૂતકાળ બની જશે,

પ્રાચીન શિલ્પ-સ્થાપત્યો માં કચ્છ માં કેરા-કોટ , પુઅરેશ્વર, તેરા અને લખપત જેવા સ્થળો જાણીતા છે, અને એવા પણ અનજાન સ્થળો કે જ્યાં કળા પોતાના પૂર્ણ શ્રુંગાર સજી ને આજે પણ આવનાર ના મન ને રોમાંચિત કરેછે...
SPL. THANKS TO - KAMAL K. GOR

Monday, August 29, 2011

શ્રી ગણેશ મહોત્સવ્ ૨૦૧૧


*શ્રી ગણેશ મહોત્સવ્ ૨૦૧૧ ની તૈયારીઓ માં કોઠારા,
*તા.૦૧/૦૯/૨૦૧૧ થી મહોત્સવ્ નો પ્રારંભ,
સવારે
સ્વાગત સામૈયું
શ્રી ગણેશ સ્થાપના,
રાત્રે
સાંસ્કૃતિક કાર્યક્રમો
કચ્છી નાટક,

*તા.૦૨/૦૯/૨૦૧૧
સવારે
શ્રી ગણેશ મહાયજ્ઞ
(૧૦૦૮ લાડુ ની આહુતિ)
સાંજે
શ્રી મહા આરતી,
રાત્રે
ભવ્ય સંતવાણી
(શ્રી લક્ષ્મણ બારોટ,શ્રી જગમાલ બારોટ)

*તા.૦૩/૦૯/૨૦૧૧
ઢળતી બપોરે
ભવ્ય રવાડી .........

કોઠારા - વરસાદ ની સાથે સાથે...

THIS PHOTO-BY MANOJ SONI







તા. ૨૮ ની સાંજ થી આવી પહોચેલી મેઘસવારીએ મોડી રાત્રી સુધી વરસવાનું જારી રાખ્યું , અને સાથે ગાજવીજ ની પણ કોઈ કસર બાકી ન રહી, રાત્રી ના સમયે વિદ્યુત પૂરવઠો જે ખોરવાયો ,તેને પૂનઃ વહેતો કરવામાં ૨૪ કલાક જેટલો સમય લાગી ગયો, આ લખાય છે ત્યારે વામાંસર તળાવ માં આવ્ શરુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આકાશી વીજળી એ કરેલા નુકશાન થી વીજતંત્ર ની ટીમ ૨૪ કલાક માટે અવિરત કામ માં પરોવાઈ હતી...આ સાથે કેમેરા માં કેદ થયેલ વરસાદ ની સંગાથે ગાજ-વીજ ની કેટલીક પળો આપ ની સમક્ષ........




Saturday, August 27, 2011

આર્ટ


રાજસ્થાની ચિત્રકારો એ બનાવેલ વોલ આર્ટ નો એક નમુનો જે કોઠારા માં જોવા મળ્યો...
(રાધાકૃષ્ણ )

Tuesday, August 16, 2011

શિવભક્તિ -રાષ્ટ્રભક્તિ

શ્રાવણી સોમવાર અને ૧૫ મી ઓગસ્ટ નો અનોખો મેલ આ વખતે બન્યો, અને કોઠારા શ્રી પાળેશ્વર મિત્ર મંડળે મંદિર સજાવટ ને શિવભક્તિ -રાષ્ટ્રભક્તિ ના રંગે રંગી ને સુંદર માહોલ બનાવ્યો.....(નોંધ- આ કૃતિ ૪ જાત ના ધાન્ય ના પ્રયોગ થી બનાવવામાં આવી છે.)

Wednesday, July 27, 2011

શ્રીઅમરનાથ યાત્રીઓ નું સન્માન...

યાત્રાને બધાજ ધર્મો માં ખુબજ અગત્યનું સ્થાન અપાયું છે, યાત્રા છે, પ્રભુ દર્શન અને પ્રભુ મિલન તરફ ની રાહ પર ના કદમો...
હિંદુ ધર્મ માં ભગવાન શિવ નો મહિમા અપાર વર્ણવવા માં આવ્યો છે, અને આપણા ભારત માં જ ભગવાન શિવ જ્યાં બર્ફાનીબાબા ના નામથી બિરાજિત છે, એવા શ્રીઅમરનાથ મહાદેવ નું જગવિખ્યાત બરફ નું શિવલિંગ, કે જેના દર્શન માટે કેટલીએ કઠીનાઈઓ ને માત આપ્યા બાદ હજ્જારો યાત્રાળુઓ જુન જુલાઈ માસ દરમ્યાન દેશ-વિદેશ થી આવે છે, આવી પવિત્ર પાવન યાત્રા થી પુનરાગમન કર્યા બાદ માનવી ના મન માં ભક્તિ-ભાવ ની હેલી વહે, અને જયારે આવા સમયે સત્સંગ થાય, તો એની મઝા જ કઈ ઓર હોય, મિત્રો...
ને આવોજ એક સત્સંગ કોઠારા માં યોજાયો, શ્રીઅમરનાથ યાત્રાએથી સુખપૂર્વક પ્રભુ આશીર્વાદ સહ પરત આવેલા ગામ ના જ કેટલાક વડીલમિત્રો નું સન્માન સાલ અને પ્રતીકચિહ્ન થી શ્રી પાળેશ્વર સેવક મંડળ ના સહિયારા પ્રયાસ થી કરવામાં આવ્યું.,
સાથે ભજન ની રમઝટ થી માહોલ બન્યો...............આ સાથે પ્રસંગ ની કેટલીક યાદગીરીઓ,
(ફોટો-ઘનશ્યામ,નિખીલ.)