Friday, August 27, 2010

sri ganesha



શ્રાવણ  માસ ના વિરામ બાદ ભાદ્રપદ ની સુદ ચતુર્થી સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર માં લોકપ્રિય ભક્તિ મહોત્સવ ની જેમ ઉજવાય છે. એટલે કે ભગવાન શિવ ના પૂત્ર, ગણો ના નાયક, દેવતાઓ માં પ્રથમ પૂજનીય, વિઘ્નો  ને હરનારા અને સંસાર ના સૌથી અનોખા દેવ શ્રીગણેશજી, ની જ આપણે વાત કરી રહ્યા છીએ , દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કોઠારા ગામ આંનંદ-ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ ની વચ્ચે ૧૬ મો શ્રી ગણેશ મહોત્સવ  ઉજવવા ની તૈયારીઓ માં લાગી ગયું છે. શ્રી ગણેશ યુવકમંડળ ના પુરુષાર્થ અને પૂર્ણ લોકસહયોગ થી આ વર્ષે તા. ૧૧/૧૨/૧૩-૦૯-૨૦૧૦ આ દિવસો દરમ્યાન આ આયોજન થઇ રહ્યું છે., જેમાં શ્રી ગણેશ મહાયજ્ઞ , સંતવાણી  અને અન્ય સંસ્કૃતિક કાર્યક્રમો તથા ભવ્ય રવાડી ની સંગાથે આ પર્વ  ની ઉજવણી કરાશે, કાર્યક્રમ ની વધુ વિગતો ટૂંક સમય માં જ સાઇટ પર આપ મેળવી શકશો.

Tuesday, August 24, 2010

હિમાલય દર્શન


શ્રાવણ માસ દરમ્યાન સર્વે ભક્તો પોતપોતાની શક્તિ અને ભક્તિ અનુસાર શિવ આરાધના કરે છે, જેમાં સોમવાર ના શિવદર્શન - પૂજન નું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. આવાજ શ્રાવણ ના સોમવાર ના દિવસે પાળેશ્વર મંદિર માં હિમાલય દર્શન ની એક કૃતિ બનાવવામાં આવેલી જેની તસ્વીર...(kruti made by - b.k.jadeja)

Tuesday, August 17, 2010

કોઠારા સમાચાર

* સમગ્ર કચ્છ સાથે અબડાસા માં સારા વરસાદ ને કારણે બેરાચિયાડેમ ઓગનાતા નાયરો નદી માં આવ્યા સારા નીર.

* ભગવાન શિવ ની ભક્તિ માં આ જગત લીન થાય છે એવા પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત,પ્રથમ સોમવાર સાથે શિવ મંદિરો માં ભક્તો ની આવાજાહી શરુ.કામેશ્વર મંદિર જવા માટે નાયરો નદી ના ત્રણેક ફીટ જળસ્તર ને પાર કરવું બન્યું જરૂરી.

Friday, August 13, 2010

કોઠારા-વિજ્ઞાનમેળો

મિત્રો, મન ને ખુશ રહેવા જેમ મનોરંજન ની જરૂર છે, તેમ શરીર ને તંદુરસ્ત રહેવા વ્યાયામ ને આપણે હંમેશા થી મહત્વ આપતા આવ્યા છીએ. અને મનુષ્ય ના જીવન માંનું સૌથી અગત્ય નું પાસું છે તેની પાસે રહેલ જ્ઞાન, અને આ જ્ઞાન માં જો કૈક નવું એટલેકે વિશેષ ઉમેરાઈ જાય તો તેને આપણે વિજ્ઞાન કહીએ, શરીર ને વ્યાયામ, ખુલ્લા મેદાન ની રમતો થી વધુ બીજું કોણ આપી શકે ?". અને ધોરણ ૧ થી ૭ સુધી ના જીવન ના પાયા ના ભણતર માં ઉત્સુકતાઓ ના ઉછળતા સાગર ને જો મોકો મળે તો એ આસમાન ને અડવાની કોશિશ તો જરૂર કરીલે....
તો આવાજ વિષય ને દ્રશ્યમાન થતું જોયું, કોઠારા ની પ્રા. શાળા માં કે જ્યાં વિજ્ઞાનમેળો તથા રમતોત્સવ નું આયોજન થયું હતું. કોઠારા આસપાસ ની ૧૨ જેટલી શાળાઓ ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમો સફળ બન્યા.
તો આપણે પણ જોઈએ વિજ્ઞાન અને રમતોત્સવ... (post & photos,suport by-naransir,prakashsir,kishorsir)

















Monday, August 9, 2010

a nice evening...


a nice evening with vinus, in kothara.

કોઠારા સમાચાર

:- કોઠારા માં યોજાયો ચર્મરોગ નિદાન કેમ્પ -:
કોઠારા સાર્વજનિક દવાખાના ના ઉપક્રમે કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માટે ચર્મરોગ ના નિદાન અને સારવાર ને અનુલક્ષી ને કેમ્પ યોજાયો, જેમાં ૭૪ જેટલા દર્દીઓ એ ચિકિત્સા લીધી,અત્રે ઉલ્લેખનીય છે કે ચર્મરોગ માટે ના શ્પેસ્યાલીસ્ટ ડો.અબડાસા માં નહિ હોવાથી લોકો ને સારવાર માટે ભુજ નો સહારો લેવો. પડતો,અને કેમ્પ માં આવેલા દર્દી ઓ ની વિગતો તપાસતા અબડાસા માં આ પ્રકાર ના રોગો ની માત્રા બહોળા પ્રમાણ માં હોવાનું બહાર આવે તેવી સંભાવના જણાઈ છે.આ કેમ્પ નો બીજો રાઉન્ડ તા. ૨૨/૦૮ ના હોવાનું ૧ યાદી માં જણાવાયુ છે.

:- I.T.I માં પ્રવેશ અંગે -:
કોઠારા I.T.I. માં નવા સત્ર માટે નીચે જણાવેલ ટ્રેડ માં પ્રવેશ ચાલુ છે, તો રસ ધરાવતા વિદ્યાર્થીમિત્રો એ તા.૧૨/૦૮ સુધી માં પોતાના જરૂરી ડોક્યુમેન્ટસ સાથે કોઠારા I.T.I. નો સંપર્ક કરવા અરુણસિંહ સોઢા ની ૧ યાદી માં જણાવાયું છે.
*ટ્રેડ*
*ઈલેકટ્રીસિયન
*વાયરમેન
*ફીટર
સ્થળ:- I.t.I.કોઠારા
ખાદીગ્રામ-એગ્રોસેલ કંપાઉન્ડ ,
નલીયા-માંડવી હાઇવે ની પાસે,
કોઠારા - તા. અબડાસા, કચ્છ.