

સૌજન્ય : કચ્છમિત્ર dt. 22/11/17
ભુજ સાઈકલ ક્લબનું વધુ એક સફળ અભિયાન

ભુજ, તા. 23 : ભુજ બાયસિકલ ક્લબ (બીબીસી)એ ટૂંકાગાળામાં મેળવેલી સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેર્યું છે. તાજેતરમાં ક્લબના 72 સાઈકલપ્રેમી સાહસિકોએ ભુજથી ગઢશીશા-કોઠારા-માંડવી-ભુજ રૂટ પર 200 કિલોમીટરનું ભ્રમણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. સામાન્ય રીતે એ.સી., મોટર અને ચેમ્બરમાં બેસનારા તબીબો, ઇજનેરો, વ્યવસાયીઓએ એ રીતે તંદુરસ્તી અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો. ડો. અભિનવ કોટકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 72 સાઈકલસવાર કચ્છની ભૌગોલિક ખૂબસૂરતીથી ખુશ?થઇ?ગયા હતા. બે સાહસિકે એટલાસની સાદી સાઈકલ પર સમયસર અંતર કાપ્યું હતું. ચાર જણ દશ કલાકમાં ભુજથી ભુજ પરત આવ્યા હતા. સૌથી શ્રેષ્ઠ સમય 9 કલાક 30 મિનિટ નોંધાયો હતો. બીબીસીએ આ સફળતાથી પ્રેરાઇને ડિસેમ્બરમાં 400 કિ.મી. અને ફેબ્રુઆરીમાં 300 કિ.મી. સાઈકલ અભિયાનનું આયોજન ઘડી કાઢ્યું છે. 400 કિ.મી. 27 કલાકમાં અને 300 કિ.મી. 20 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે. ડો. કમલ ધોળકિયા અને નિપૂર્ણ સોનીએ રાઇડ માર્શલ તરીકે સેવા આપી હતી. ડો. દેવાનંદ પરમાર, ડો. અભિનવ કોટક, ડો. ભાવેન શાહ, ડો. તુષાર વેગડ, વત્સલ સોની, જિજ્ઞેશ?શાહ, જમીર ચોથાણી, કમલભાઇ તથા સંસ્થાના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. માંડવીથી ભુજના રૂટ પર વેગીલા પવને સાઈકલસવારોની કસોટી કરી હતી. સફળ સાહસિકોમાં ડો. સુરભિ વેગડ, ડો. હલક ઠક્કર, શશી હર્ષની અને રેણુ હોતચંદાણી એમ ચાર મહિલાઓનો સમાવેશ?થાય છે. હેલ્મેટ?અને રિફ્લેક્ટર જેકેટ જેવી સુરક્ષાની તકેદારી રાખવામાં આવી હતી. ચાર રાઇડર 55 વર્ષથી ઉપરની વયના હતા એમ ડો. કોટકે ઉમેર્યું હતું.

સૌજન્ય : કચ્છમિત્ર dt. 01/12/17

સૌજન્ય : કચ્છમિત્ર dt. 02/12/17


No comments:
Post a Comment