Wednesday, December 29, 2010

શ્રી બિલેશ્વર મહાદેવ - ભાચુંડા






અબડાસા તાલુકા ના કોઠારા થી ૧૨ કિમી.જેટલા અંતરે આવેલ લગભગ પોણા ચારસો વર્ષ જુનું આ મંદિર પ્રકૃતિ ના સાનિધ્ય વચ્ચે પરમશાંતિ અને પરમઆનંદ ના ધામ સ્વરૂપ છે.અહીં શિવલિંગ ની વિશેષતા ઉપર ની તસ્વીરો માં દ્રશ્યમાન થાય છે.

Wednesday, December 22, 2010

ભેદી નું ગૌરવ



તાજેતર માં જ શાળા કક્ષા એ સમગ્ર અબડાસા માં ખેલમહાકુંભ દરમ્યાન ૫૦૦૦ મીટર મેરેથોન દોડ માં ૨૨ મિનીટ જેટલો સમય લઇ પ્રથમ ક્રમ મેળવનાર કોઠારા થી ૩ કિમી. અંતરે આવેલ નાનકડા એવા ભેદી ગામ નો બાર વર્ષ ની ઉમર નો વિધાર્થી ધર્મેન્દ્ર પચાણજી,

Saturday, December 11, 2010

નંબર ૧ પર ફરીથી,



સમગ્ર ગુજરાત માં દર વર્ષ ની જેમ આ વખતે પણ ઠંડી ના આ દિવસો માં સૌથી વધુ ઠંડી અબડાસા ના નલીયા માં બરકરાર છે. ૫. અને તેથી ઘટી ને ૩. અંશ સેલ્સિયસ સુધી તાપમાન ઘટયું હોવાનું સ્થાનિકે જાણવા મળ્યું હતું. જેને લીધે કોઠારા અને આસપાસ ના રોજીંદા લોકજીવન ને પણ અસર થઇ હોવાનું,મહદ અંશે જોવા મળ્યું.લોકો પોતે અને પોતાના પશુધન ને હાડગાળી નાખતી આ ઠંડી થી રક્ષણ આપવા પ્રયાસરત દેખાયા.બજારો માં વહેલી સાંજ થી લોકો ની ઓછી આવાજાહી, ઠેર ઠેર તાપણા થી ઠંડી માં રક્ષણ મેળવતા યુવાનો.અને ગરમ કપડા ની બજાર માં ખરીદી માં તેજી ના દ્રશ્યો જોવા મળ્યા.

Monday, November 29, 2010

I.I.M.A. પ્રોજેક્ટ












I.I.M એટલે કે (ભારતીય પ્રબંધ સંસ્થાન) જેનું નામ વિશ્વભર ની મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ માં ખ્યાતી પામેલ છે.અને જેની ૧ શાખા આપણાં ગુજરાત ના અમદાવાદ માં છે.જે આપણ ને ગર્વ લેવા જેવી બાબત છે. આઈ. આઈ. એમ.ના પ્રોફેસર શ્રી ગીરીજાશરણ ના માર્ગદર્શન હેઠળ કોઠારા ના ખાદીગ્રામ તથા ગેડા.(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) ના એક પ્રોજેક્ટ ગેસીફાયર ના સંકુલ માં એમ કુલ્લ બન્ને માં મળી ને આઈ. આઈ. એમ. ના ૩ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

(૧) ગ્રીન હાઉસ (ઇ.ટી.એચ.ઇ.)
સામાન્ય ગ્રીન હાઉસ થી આપણે બધા જો માહિતગાર હોઈએ તો ઇ.ટી.એચ.ઇ ને પહેલા સમજી લઈએ, અર્થ ટ્યુબ હીટ એક્ષ્ચેન્જર આ ટેકનોલોજી વપરાયા બાદ ગ્રીન હાઉસ એઈ, ટી, એચ. ઇ. બને છે. જેની માહિતી આપણે વિસ્તૃતી થી મેળવીએ, પૃથ્વી સપાટી પર જેમ શિયાળા ની ઋતુ માં તાપમાન ઠંડુ ,અને ઉનાળા માં ગરમ હોય છે.તેવી જ રીતે સપાટી થી જેમ ઊંડાણ માં (નીચે) જવામાં આવે જેમ કે, ૨ થી ૩ મીટર. તો સપાટી અને ઊંડાણ વચ્ચે ના તાપમાન માં વિરોધાભાસ જોવા મળ્યો છે.જ્યાં સપાટી અને નીચે ના તાપમાન માં ૩ થી ૫ ડીગ્રી નો ફરક નોંધાયો છે.અને આજ ફેરફાર ને દયાન માં રાખી ને ઇ. ટી. એચ. ઇ. કામ કરે છે.ખુલ્લા વાતાવરણ માંથી બ્લોઅર થી હવાને પાઈપ દ્વારા ભૂ સપાટી થી નીચે લઇ જઇ,પછી એજ હવા ને ઠંડી કે ગરમ (સપાટી ના તાપમાન થી) થયા પછી ગ્રીન હાઉસ માં લઇ જઇ ને ગ્રીન હાઉસ ના તાપમાન ને નિયંત્રિત કવામાં આવે છે. (આતો થઇ ઇ. ટી એચ. ઇ. ની સાદી સમજ)

(૨) સોલાર કાફેટેરિયા
વિપૂલ ઉર્જા ના અખૂટ કુદરતી સ્ત્રોત તરીકે સૂર્ય ને કોણ નથી જાણતું ? અને સોંરઉર્જા નો વધુને વધુ ઉપયોગ કરી ને માનવ જીવન ની સુખાકારી ને સરળ બનાવવા વિજ્ઞાન હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે.અને આજ ઉર્જા નો ભોજન બનાવવા માટે સૂર્યકુકર જેવા સાધન નો ઉપયોગ આપણે જાણીએ છીએ.કાફેટેરિયા નામ સોંરઉર્જા પર બનાવાયેલા સૂર્યકુકર થી વધુ કાર્યક્ષમ ડીઝાઇન ને આપવામાં આવ્યું, કે જેમાં ફેરીયા ઓ કે હોસ્ટેલ અથવા વધુ માનવ સમુદાય ને માટે એકસાથે પરંપરાગત ઇંધણ ના ઉપયોગ વિના, ધીમા તાપમાન પર બની જતી રસોઈ જેમ કે ભાત, ખીચડી ,દાળ અને અન્ય બેકફૂડ વગેરે બનાવી,આર્થિક અને પર્યાવરણ ને ખુબજ અનુરૂપ પરિણામો મેળવી શકાય છે.ઉલ્લેખનીય છે કે કોઠારા આશ્રમ શાળામાં બાળકો માટે બપોર ની રસોઈ માં આજ સાધન નો ઉપયોગ કરવામાં આવતો.(ઉપર ફોટો ક્રમાંક ૬ માં આશ્રમશાળા ના વિધાર્થીઓ ની પાછળ બેકગ્રાઉન્ડ માં પીળા રંગ ની ફ્રેમ અને રીફ્લેકટર સાથે કાફેટેરિયા નજરે પડે છે.)

(૩) ડીવ વોટર હાર્વેસટીંગ
કચ્છ જેવા રેતાળ અને સુકા પ્રદેશ,માં કે જ્યાં અત્યાર સુધી ઓછા વરસાદ અને પાણીની તીવ્ર અછત હંમેશા થી વર્તાતી રહી છે, ત્યાં માટે આ પ્રોજેક્ટ ખુબ આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે.સમુદ્ર કિનારો પાસે હોવાથી અને શિયાળા ની ઋતુ માં પડતા ઝાકળ ના પાણી નો પદ્ધતિસર રીતે સંગ્રહ કરી તેને ઉપયોગ માં લેવાની પ્રક્રિયા આ પ્રોજેક્ટ માં સામેલ છે.જેમાં મકાન ના છાપરા ના અને અન્ય કન્ડેન્સર જેવા સાધનો પર ખાસ જાત ના પોલીથીલીન ને કવર કરી ને તેના પર રાત્રી દરમ્યાન વરસેલા ઝાકળ ના પાણી ને એકઠું કરવામાં આવે છે.
આમ આ ત્રણેય પ્રોજેક્ટ પર રીસર્ચ ની પ્રક્રિયા આઈ.આઈ એમ. ની ટીમ કોઠારા, ઉપરાંત સાયરા સુથરી, પાનધ્રો વગેરે સ્થળો એ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે વલ્ડબેંક તરફ થી પણ સારું એવું ફંડિંગ મેળવવામાં સફળતા મળી છે.

Tuesday, November 23, 2010

માવઠું




અરબી સમુદ્ર અને અન્ય વિસ્તારો માં બનતા હળવા દબાણ ની અસરો વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી , તેનું એક ઉદાહરણ અહી જોવા મળ્યું. તા. ૨૨ ના કરાયેલી આગાહી મુજબ આખો દિવસ વરસાદ ઝરમર વરસતો રહ્યો, અને સાંજે વરસાદ રોકાતા ફૂકાયેલા ઠંડા કાતિલ પવનો એ ચોતરફ ટાઢોડું ફેલાવ્યું, સાંજ ના સમયે આકાશ માં દ્રશ્યમાન થયેલી તસ્વીરો. photo- mehul gor-manoj soni

Saturday, November 20, 2010

એક મનમોહક સાંજ...


જેમ જીવન માં ઉત્સાહ ના નવા રંગો ભરતા પ્રભાત નું મહત્વ અનોખું છે તેવીજ રીતે આખા દિવસ ના સંભારણા નું પોટલું બાંધી ને સાથે લઇ જતી સાંજ ને કેમ ઓછી આંકવી...ને આમેય સંધ્યા ની પાસે રંગો તો પ્રભાત ના જ છે, ને.............;
( પીન્ગલેશ્વર સાગર તટ ની એક રમણીય સાંજ. (૦૯/૦૮/૨૦૧૦) )

કેસરિયો કોઠારા માં પણ...




સમગ્ર ગુજરાત ની સાથે શ્રી નરેન્દ્ર મોદી ના નેત્રુત્વ વાળી ભાજપા. નો ધ્વજ કોઠારા માં પણ લહેરાયો, સ્થાનિક તાલુકા અને જીલ્લા પંચાયત ની સામાન્ય ચુંટણી માં કોઠારા ની બન્ને સીટો પર ભાજપા. ના ઉમેદવારો શ્રી મોકાજી હમીરજી સોઢા કે જેઓ હાલ કોઠારા ગામ ના સરપંચ પદ પર હતા, અને અબડાસા ના સામાજિક કાર્યકર અને ડુમરા ના વતની શ્રી જયંતીભાઈ ઠક્કર ને જીત નો સહેરો મળ્યો...(તા. ૨૧/૧૦/ થી ૨૩/૧૦/૨૦૧૦)
photo by-manoj soni

Saturday, September 18, 2010

કોઠારા સમાચાર

 તા. ૧૮ - નાયરો નદી ના કિનારે આવેલા શ્રી રામદેવપીર મંદિર થી નીકળી ભક્તિભાવ અને ધામધૂમ થી રવાડી,  યુવા વર્ગ નો ઉત્સાહ હિલોળે, 

Wednesday, September 15, 2010

શ્રી ગણેશ ચતુર્થી





શ્રી ગણેશ મહોત્સવ-૨૦૧૦ અંતર્ગત યોજાએલ મધુર ભજનસંધ્યા અને ભવ્ય રવાડી ની તસ્વીરો.

photo by- manoj soni

Sunday, September 12, 2010

કોઠારા સમાચાર

*તા. ૧૧- કોઠારા થી ૪ કિમી. દુર આવેલ વરાડિયા ગામે ગઈકાલ સાંજે બસસ્ટેન્ડ વિસ્તાર માં પશુધન ચરાવી રહેલા એક મુસ્લિમ યુવાન પર આકાશી વીજળી પડતા તત્કાળ મૃત્યુ.
 
*તા. ૧૧ ના બપોરે ૨ વાગે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ, તળાવો ફરીથી ઓગાનવા ની તૈયારી માં, શ્રી ગણેશ મહોત્સવ ના પ્રથમ દિવસ ના (રાત્રી) કાર્યક્રમો ને ભારે વરસાદ ને પગલે વિરામ અપાયો.

Friday, September 10, 2010

કોઠારા સમાચાર

*અબડાસા અને કોઠારા સાથે સમગ્ર કચ્છ માં મેઘરાજા એ માર્યો ફરી એક રાઉન્ડ, તા. ૯ ની રાત થી અવિરત મેઘઝડીઓ વરસી. ખેડૂતો માટે વરસાદ હવે ચિંતા નો વિષય .

*શ્રાવણ માસ ની પૂર્ણાહુતી પ્રસંગે  શ્રીશિવ મહાપ્રસાદ નું આયોજન વરસાદ ના  વિજ્ઞ  વિના  પરિપૂર્ણ.

Wednesday, September 8, 2010

આસ્થા- નલીયા ની દરગાહ



નલીયા માં રમઝાન માસ ની સોંથી મહત્વ ની ગણાતી ૨૭ મી રાત ના ૨.૧૦ વાગ્યા ના સુમારે બે-ત્રણ જગ્યાઓ એ દરગાહ ની લોડ (કબર) માં હલનચલન દેખાતા આ ઘટના ની ખબર ઝડપી ટેલીફોનીક સંપર્કો થી સમગ્ર કચ્છ માં વ્યાપી ગઈ હતી, અને આ ઘટના ને નજરે નિહાળવા લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા, આ ક્રમ સતત બે દિવસ સુધી ચાલ્યો હતો

Tuesday, September 7, 2010

અખિયાં મિલાકે,,,,,,

જી હાં... દોસ્તો, આ વાત છે, એક એવા વાઈરસ થી ફેલાતા આંખ ના ચેપી રોગ ની જેને મેડીકલ સાયન્સ ની ભાષા માં કન્જકટીવાઈટીશ કહેવામાં આવે છે, જેને આનો ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ ના સંપર્ક માં રહેનાર વ્યક્તિ ને કન્જકટીવાઈટીશ નો ચેપ લાગે છે, આ રોગ ની અસર ૩/૪ દિવસ સુધી રહી હોય તેવું જોવામાં આવ્યું છે. મુખ્ય લક્ષણોમાં આંખો માં લાલાશ, આંખ ખટકવી, આંખો માં પાણી, આંખો માં ખંજવાળ વગેરે, ઉલ્લેખનીય છે કે અબડાસા તથા કોઠારા અને આસપાસ ના વિસ્તારો માં આનો ચેપ બહોળી માત્રા માં જોવા મળ્યો છે, કહેવાય છે ચેપ લાગેલ વ્યક્તિ ની સામે થોડી વાર સુધી આંખો મેળવી રાખવાથી પણ કન્જકટીવાઈટીશ નો ચેપ લાગે છે, જેને અનુસંધાને કાળા રંગ ના ચશ્મા ધારી લોકો ઠેર ઠેર નજરે પડી રહ્યા છે....(આ એક સામાન્ય વાઈરલ ઇન્ફેક્સન હોવાથી ડરવાની કોઈ જરૂરત ના હોવાનું ડોક્ટર્સ જણાવે છે)

કોઠારા સમાચાર

તા. ૦૬/૦૯/૨૦૧૦ ના શ્રી જી. ટી. હાઇસ્કૂલ કોઠારા મધે શ્રી સરસ્વતી સન્માન સમારંભ યોંજાઈ ગયો, જેમાં માર્ચ ૨૦૧૦ s.s.c. અને આસપાસ ના વિસ્તારો અને ગામો ની શૈક્ષણિક સંસ્થાઓ પ્રા. શાળાઓ અને અન્ય વિશેષ યોગ્યતા સાથે સફળતા મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ૬ તારીખે સવારે ૯ વાગ્યે શરુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી એ. બી. ઝાલા તથા માજી આચાર્ય શ્રી પી. જે. જાડેજા એ આપ્યું. સમગ્ર શિક્ષકગણ, વિધાર્થીઓ અને પધારેલ આમંત્રિત મહેમાનો ની વિશેષ હાજરી માં તેજસ્વી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Monday, September 6, 2010

શ્રી ગણેશ મહોત્સવ-૨૦૧૦



 કાર્યક્રમો ની વિગત
*    તા. ૧૧/૦૯/૨૦૧૦  
સ્વાગત સામૈયું - સવારે ૯ કલાકે.

શ્રી ગણેશ સ્થાપના - સવારે ૧૦ કલાકે.
      (સ્થળ :- શ્રી પાળેશ્વર મંદિર)

સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક - રાત્રે ૧૦ કલાકે.
      (સ્થળ :- શ્રી પ્રાથમિક શાળા ની પાસે)

*        તા. ૧૨/૦૯/૨૦૧૦  
શ્રી ગણેશ મહાયજ્ઞ - સવારે ૧૦ કલાકે.
         (૧૦૦૮ લાડુ ની આહુતિ)
         સ્થળ:- શ્રી પાળેશ્વર મંદિર.
 
                        ભવ્ય સંતવાણી 
કલાકાર :- ફરીદા મીર & સહકલાકારો - રાત્રે ૧૦ કલાકે.
           (લાઈવ વિડીઓ-વિશાળ સ્ક્રીન સાથે)
            સ્થળ:- શ્રી પ્રાથમિક શાળા ની પાસે.

*        તા. ૧૩/૦૯/૨૦૧૦
  ભવ્ય રવાડી - બપોરે ૩:૩૦ કલાકે.
     (ક્રિષ્ના D.J. પાર્ટી ના સંગાથે)
શુભ પ્રસ્થાન :- શ્રી પાળેશ્વર મંદિર થી.

               
                    *આયોજક* 
             શ્રી ગણેશ યુવક મંડળ 
                       કોઠારા 



Sunday, September 5, 2010

જન્માષ્ટમી-મટકીફોડ-કોઠારા

video made by- bhadresh gor


કોઠારા સમાચાર

શ્રી માં આશાપૂરા ના નૂતન મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ને વર્ષ પુરૂ થયા ની સાથે કોઠારા માં આજે ભક્તિ ભાવ પૂર્વક માં ના પૂજનઅર્ચન સાથે સમૂહ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અબડાસા ના ક્ષત્રિય સમાજ ના આગેવાનો સહીત કોઠારા ના ગ્રામજનો એ પણ મહાપ્રસાદ નો લાભ લીધો. સમગ્ર વ્યવસ્થા ઉપસ્થિત યુવાનો એ સંભાળી કાર્ય ને હૃદય પૂર્વક સમાપન અપાવ્યું હતું. 

Saturday, September 4, 2010

કુદરત ની સંગાથે એક સફર - અબડાસા ની,







































pls. note- 

આ પોસ્ટ ની કેટલીક તસ્વીરો ની ક્લીયારીટી કેમેરા ની ક્ષમતા ની મર્યાદા પર નિર્ભર છે.
spl. thanks to - kamal gor.