Tuesday, June 14, 2011

કોઠારા સમાચાર

કોઠારા આઈ ટી આઈ માં પ્રવેશ માટે ની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે, ઇચ્છુક ઉમેદવારોએ આ વખત ના નવા નિયમ મુજબ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી આઈ ટી આઈ માં જમા કરાવવાના રહેશે, આ સાથે પ્રવેશફોર્મ ની લીંક અહી મુકેલ છે, જે આપને ઉપયોગી થશે...
http://itiadmission.guj.nic.in/

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪/0૬/૨૦૧૧ સાંજે ૫ વાગ્યા સુધી, અને આઈ. ટી. આઈ. માં ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૮/0૬/૨૦૧૧ નિયત કરવામાં આવેલ છે, જેની વિશેષ નોંધ લેશો,

કોઠારા માં અમી છાંટણા

વૈશાખ અને જેઠ માસ ની ધોમ ખીલેલી તાપ ની મોસમ ને અનુભવ્યા બાદ સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર માં છુટાછવાયા ઝાપટા પડતા પુષ્કળ તાપ માં શેકાયા બાદ થોડી રાહત મળી છે.ગઈકાલે બપોર બાદ કોઠારા માં પણ ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો, અંદાજે કલાકેક ચાલેલા વરસાદ થી વરસાદી પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણ માં મોડી સાંજે ઠંડક નો આહલાદક અહેસાસ વર્તાતો હતો, ઉલ્લેખનીય છેકે અરબીસમુદ્ર માં બનેલા હળવા દબાણ ના કારણે વરસાદ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા ગત દિવસો માં કરવવામાં આવેલ હતી...

Friday, June 3, 2011

માનવ સેવા એટલે માનવજ્યોત

આપણા જીવનકાળ દરમ્યાન કેટકેટલા અનુભવો માંથી પસાર થતા હોવા છતાં આપણને સદા સ્મરણીય રહે એવી કેટલીક ઘટનાઓ કે વ્યક્તિઓ મળે છે, તમે ગામ શહેર કે કસ્બા અને જાહેર રસ્તાઓ પર મેલાઘેલા ફાટેલા વસ્ત્રો, વધી ગયેલા વાળ અને પોતાના માનવી તરીકે ના અસ્તિત્વ નું પણ જેને કદાચ જ જ્ઞાન બચ્ચું હોય તેવા માનવ દેહ માં રહેતા કુદરત ની સહજ કૃપા થી વંચિત વ્યક્તિઓ જોયાજ હશે...
ક્યારેક એવું પણ લાગે કે સમાજ ની ધારા માંથી વિખુટા પડી ગયેલા આવા નાના નાના ઝરણાઓ ની મંઝીલ કઈ ? કે એને આ સ્વાર્થી જગત માં નિસ્વાર્થ ભાવે એની પરિસ્થિતિ ને નજરે રાખી એના જીવન સમાપન સુધી કે પછી તેના સ્ત્રોત સુધી સાચવી ને પહોચાડનાર, એની કાળજી લેનાર તત્વ્ કોણ?
પરમેશ્વર શબ્દ મેં અને તમે ઘણી વાર બોલ્યો અને સાંભળ્યો છે, પણ પરમેશ્વર ને જોયો ? ના કોઈએ નથી. આ જગત માં જ બે પાસાઓ છે અને નથી, આ બન્ને વચ્ચે જીવન ને સંઘર્ષ ની જેમ જીવીજાતા માનવીઓ માજ સાચા ઇન્સાન, ભગવાન, કે હેવાન ને જો દ્રષ્ટી હોય તો અહીજ જોઈ જવાય છે,
આજે વાત કરવી છે જીગર ની , હા કોઠારા માં અચાનક છેલ્લા કેટલાક દિવસો થી ક્યાંક થી આવી પહોચેલા, લોકો જેને પાગલ ના નજરિયા થી જોતા હોય છે એવા એક સખ્શ ની, કે જે શેરીઓ માં ફરી દયાભાવના રાખતા લોકો દ્વારા જે કઈ મળે તેના દ્વારા દિવસો ગુજારતો , રાત્રે રસ્તા પર છેડે પડી રહેતો, અને ગામના જ કેટલાક યુવાનો ને ચોમાસા ની ધારણા થયા બાદ આ વ્યક્તિ માટે કઈ યોગ્ય કરવા વિચાર આવ્યો , અને ત્યારે નામ આવ્યું માનવજયોત ભુજ નું હા કચ્છ ની એવી એક સેવાભાવી સંસ્થા કે જે આજ 15 વર્ષ થી વધુ સમય થી આવી વ્યક્તિઓ ના કલ્યાણ માટે જ કામ કરે છે. અને પછી જીગર ને ગામ ના કેટલાક સેવાભાવી યુવાનો ની મદદ થી ભુજ માનવ જ્યોત લઇ જવામાં આવ્યો , ત્યાં જે રીતે આવી અવસ્થા માં પહોચેલી વ્યક્તિ ઓ ને સાચવવામાં આવે છે, એ જોયા બાદ માનવીઓ માં વસતી કરુણા-સેવા અને સહનશીલતા જોયા પછી જો ઈશ્વર દર્શન નું સ્વપ્ન જોવાની ઈચ્છા બાકી હોય તો એ પણ જરૂરથી હૃદય માંથી ઉઠતા લાગણીઓ ના પ્રવાહ સાથે આંખમાંથી અશ્રુઓ બની ને વહી જાય..........
photo by~bhupatsinh jadeja

Sunday, May 15, 2011

કોઠારા-વિશેષ

* તા. ૧૬ મી થી કોઠારા માં થઇ રહ્યો છે કિશાન સેવા કેન્દ્ર અને ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (ioc) ના પેટ્રોલ- ડીઝલ- ઓઈલ (પેટ્રોલ પંપ) નો આરંભ, જેની સાથોસાથ ખેડૂતો ને મળશે કૃષિ વિષયક વિશેષ માહિતી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ નો લાભ...

* શ્રી શીતલા માતાજી નો મેળો પૂર્ણ ભક્તિ ભાવ્ અને હર્ષોલ્લાસ સાથે સમ્પન્ન...

* કોઠારા વરાડીયા માર્ગ પર એક સ્વીફ્ટ ડીઝાયર કાર ને નડેલા માર્ગ અકસ્માત માં એક વૃદ્ધા નું મૃત્યુ.

અકસ્માત




કોઠારા ની નાયરો નદી ના પૂલ પરથી જયારે એક ટ્રક પસાર થઇ રહી હતી, અને અચાનક જ ટાયર ફાટતાં પૂલ નીચે જઈ પડી હતી, ત્યાર ની તસ્વીર......(photo by-himansu)

Sunday, April 17, 2011

કોઠારા સમાચાર

કોઠારા માં રામનવમી નિમિતે ભવ્ય રવાડી નું આયોજન થયું, સર્વે વ્યાપારી મિત્રો કામકાજ બંધ રાખી રવાડી માં જોડાયા.

Monday, April 4, 2011

વિશ્વવિજય નો ઉત્સવ્


ક્રિકેટ ના વિશ્વકપ માં ઐતિહાસિક જીત મેળવી સમગ્ર ભારત ની સાથો સાથ કોઠારા પણ ઉત્સવ્ ના રંગો માં રંગાયું. મેચ સમાપ્ત થતા ની સાથે જ બધા ઉત્સાહી યુવાનો એકબીજાને વધામણી આપવા રાત્રે જ બહાર નીકળી પડ્યા હતા. અને પછી તો ઢોલ ના સથવારે હૃદય નો આનંદ ને જીત ની ખુશી નાચવા લાગી હતી. અને સમગ્ર સમુદાય થોડીવાર માં તો જાણે એક વિજય સરઘસ માં ફેરવાયો હતો. દરબારગઢ થી મેઈન બજાર થઇ મુખ્યનાકા સુધી નાચતા નાચતા બેંક વિસ્તાર માં પહોચ્યા બાદ બધા ચર્ચા કરતા કરતા વિખેરાયા હતા....

Sunday, March 13, 2011

કોઠારા સમાચાર

* કોઠારા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૮ પર આસપાસ માં થયેલા દબાણો હટાવાયા.
* કોઠારા ના દરબારગઢ ના જાડેજા તિલાટ પરિવાર ના વારસ વીરેન્દ્રસિંહ જાડેજા નો રાજતિલક વિધિ સમ્પન.

Saturday, February 26, 2011

આખરે મળ્યો રોહિત ...



ધાંગધ્રા ની શાળા માં અભ્યાસ કરતો ૧૨ વર્ષ નો ૧ બાળક જયારે માં ના ઠપકા થી ગુસ્સે ભરાઈ ને સ્કૂલ જવાના બહાને ઘર છોડી ને ચાલ્યો, ૫ દિવસ લગાતાર ગુમ થઇ ગયા બાદ તે ગઈકાલે સાંજે કોઠારા ની નજીક આવેલા ભાનાડા વાડીવિસ્તાર માં આવેલા ખાલસાફાર્મ ના માલિક અમરજીતસિંઘ શીખ ને ત્યાં કોઈ રહેમદિલ ટ્રક ચાલક ની મદદ થી પહોચ્યો હતો. ત્યાર બાદ તેની સઘળી પૂછપરછ કરી તેની શાળા ના પ્રવીણસર નામક શિક્ષક ની મદદ થી અમરજીત સિંઘે તેના વાલીઓ ને જાણ કરતા આજે તેઓ કોઠારા આવી પહોચ્યા હતા. અને કોઠારા પોલીસ ની મદદથી સઘળી બાહેધરી મેળવ્યા બાદ એ બાળક રોહિત ને તેના વાલીઓ ને સોપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ના રહેવાસી શિક્ષક્ કિશોરસિંહ જાડેજા અને પ્રબોધ ભાઈ મુનવર ની મદદ સાંપડી હતી.

Friday, February 25, 2011

ટીવી સ્ટાર ઇન કોઠારા



સોની ટીવી ની મશહુર ધારાવાહિક કુસુમ ની અભિનેત્રી નૌશીન શેખે કચ્છ ના પ્રવાસ દરમ્યાન કોઠારા માં બે દિવસ નું રોકાણ કર્યું.જે દરમ્યાન તેમણે અબડાસા ના જોવાલાયક સ્થળો અને કચ્છી બાંધણી ના પહેરવેશ ની પણ મન ભરી ને ખરીદી કરી...