Wednesday, January 26, 2011

વિશેષ ખબર

* કોઠારા p.g.v.c.l. ની કચેરી એ પહેર્યા નવા વાઘા.

* બીદળા સર્વોદય ટૂસ્ટ અને કોઠારા સાર્વજનીક દવાખાના ના ઉપક્રમે યોજાયો
એક વિશેષ મેડીકેમ્પ.

* અબડાસા ના સાંઘી મા શરૂ કરાઇ b.s.n.l. 3g સેવા.

Sunday, January 23, 2011

મેડીકલ કેમ્પ કોઠારા















તા. ૨૩ ના આ કેમ્પ માં ૮૪૬ જેટલા દર્દીઓ એ લાભ લીધો. પૂર્ણ ગ્રામ સહયોગ ની સાથે સામાજિક આગ્રણીઓ ની દેખરેખ હેઠળ સંપૂર્ણ આયોજન સફળતા થી પૂર્ણ થયું, જરૂરતમંદ દર્દીઓ ને વધુ સારવાર માટે લેવાપટેલ હોસ્પિટલ માં આવવા નિર્દેશો અપાયા. કેમ્પ ની કેટલીક તસ્વીરો....

Saturday, January 22, 2011

I.T.I. પ્રવેશ અંગે

કોઠારા આઈ.ટી.આઈ. માં કોપા. અને વેલ્ડર ના ટ્રેડ માં એડમીશન ચાલુ છે. જેની છેલ્લી તારીખ ૨૮/૦૧/૨૦૧૧ છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના જરૂરી સર્ટીફીકેટ સાથે કોઠારા આઈ. ટી. આઈ નો સંપર્ક કરવા એક યાદી માં જણાવાયુ છે.

સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

કોઠારા- માં યોજાશે ફરી એક વાર સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ, વર્ષ ૨૦૧૧ ના આ પ્રથમ મેડીકલ કેમ્પ ના આયોજન માટે શ્રી સ્વ. ઠા. મુરજી (બાબુભાઈ) મોરારજી ધીરાવાણી ની પુણ્યતિથી નિમિતે તેમના પરિવાર ના આર્થિક સહયોગ થી શ્રી લેવાપટેલ હોસ્પિટલ ભુજ અને શ્રી જી. ટી. હાઇસ્કૂલ કોઠારા ના ઉપક્રમે આ કેમ્પ યોજાઈ રહ્યો છે. જેમાં તા. ૨૩/૦૧/૨૦૧૧ , રવિવાર ના કચ્છ ના ૧૮ જેટલા ડોક્ટર્સ વિવિધ રોગો નું નિદાન કરી સારવાર આપશે. આંખ, દાંત, ચામડી, સ્ત્રીરોગ, બાળરોગ, હાડકા તથા અન્ય જનરલ ફીઝીશીયન , અને ફીઝીઓ થેરાપી જેવી સારવાર આપવામાં આવશે. કેમ્પ નો સમય અને સ્થળ નીચે મુજબ છે.
તા. ૨૩-૦૧-૨૦૧૧
સ્થળ - શ્રી જી. ટી. હાઇસ્કૂલ - કોઠારા
સમય- સવારે ૯ થી ૧ વાગ્યા સુધી.
જેમાં આંખ ના મોતિયા નું ઓપરેશન નિશુલ્ક કરવામાં આવશે. (ઓપરેશન લેવાપટેલ હોસ્પિટલ ભુજ મધે કરવામાં આવશે.) સાથે સાથે જરૂરિયાતમંદ દર્દીઓ ને આર્થિક મદદ પણ કરવામાં આવશે.
(અગાઉ ના એક્સ- રે તથા અન્ય રીપોર્ટ સાથે લાવવા જરૂરી છે.)

Wednesday, December 29, 2010

શ્રી બિલેશ્વર મહાદેવ - ભાચુંડા






અબડાસા તાલુકા ના કોઠારા થી ૧૨ કિમી.જેટલા અંતરે આવેલ લગભગ પોણા ચારસો વર્ષ જુનું આ મંદિર પ્રકૃતિ ના સાનિધ્ય વચ્ચે પરમશાંતિ અને પરમઆનંદ ના ધામ સ્વરૂપ છે.અહીં શિવલિંગ ની વિશેષતા ઉપર ની તસ્વીરો માં દ્રશ્યમાન થાય છે.

Wednesday, December 22, 2010

ભેદી નું ગૌરવ



તાજેતર માં જ શાળા કક્ષા એ સમગ્ર અબડાસા માં ખેલમહાકુંભ દરમ્યાન ૫૦૦૦ મીટર મેરેથોન દોડ માં ૨૨ મિનીટ જેટલો સમય લઇ પ્રથમ ક્રમ મેળવનાર કોઠારા થી ૩ કિમી. અંતરે આવેલ નાનકડા એવા ભેદી ગામ નો બાર વર્ષ ની ઉમર નો વિધાર્થી ધર્મેન્દ્ર પચાણજી,

Saturday, December 11, 2010

નંબર ૧ પર ફરીથી,



સમગ્ર ગુજરાત માં દર વર્ષ ની જેમ આ વખતે પણ ઠંડી ના આ દિવસો માં સૌથી વધુ ઠંડી અબડાસા ના નલીયા માં બરકરાર છે. ૫. અને તેથી ઘટી ને ૩. અંશ સેલ્સિયસ સુધી તાપમાન ઘટયું હોવાનું સ્થાનિકે જાણવા મળ્યું હતું. જેને લીધે કોઠારા અને આસપાસ ના રોજીંદા લોકજીવન ને પણ અસર થઇ હોવાનું,મહદ અંશે જોવા મળ્યું.લોકો પોતે અને પોતાના પશુધન ને હાડગાળી નાખતી આ ઠંડી થી રક્ષણ આપવા પ્રયાસરત દેખાયા.બજારો માં વહેલી સાંજ થી લોકો ની ઓછી આવાજાહી, ઠેર ઠેર તાપણા થી ઠંડી માં રક્ષણ મેળવતા યુવાનો.અને ગરમ કપડા ની બજાર માં ખરીદી માં તેજી ના દ્રશ્યો જોવા મળ્યા.

Monday, November 29, 2010

I.I.M.A. પ્રોજેક્ટ












I.I.M એટલે કે (ભારતીય પ્રબંધ સંસ્થાન) જેનું નામ વિશ્વભર ની મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ માં ખ્યાતી પામેલ છે.અને જેની ૧ શાખા આપણાં ગુજરાત ના અમદાવાદ માં છે.જે આપણ ને ગર્વ લેવા જેવી બાબત છે. આઈ. આઈ. એમ.ના પ્રોફેસર શ્રી ગીરીજાશરણ ના માર્ગદર્શન હેઠળ કોઠારા ના ખાદીગ્રામ તથા ગેડા.(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) ના એક પ્રોજેક્ટ ગેસીફાયર ના સંકુલ માં એમ કુલ્લ બન્ને માં મળી ને આઈ. આઈ. એમ. ના ૩ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

(૧) ગ્રીન હાઉસ (ઇ.ટી.એચ.ઇ.)
સામાન્ય ગ્રીન હાઉસ થી આપણે બધા જો માહિતગાર હોઈએ તો ઇ.ટી.એચ.ઇ ને પહેલા સમજી લઈએ, અર્થ ટ્યુબ હીટ એક્ષ્ચેન્જર આ ટેકનોલોજી વપરાયા બાદ ગ્રીન હાઉસ એઈ, ટી, એચ. ઇ. બને છે. જેની માહિતી આપણે વિસ્તૃતી થી મેળવીએ, પૃથ્વી સપાટી પર જેમ શિયાળા ની ઋતુ માં તાપમાન ઠંડુ ,અને ઉનાળા માં ગરમ હોય છે.તેવી જ રીતે સપાટી થી જેમ ઊંડાણ માં (નીચે) જવામાં આવે જેમ કે, ૨ થી ૩ મીટર. તો સપાટી અને ઊંડાણ વચ્ચે ના તાપમાન માં વિરોધાભાસ જોવા મળ્યો છે.જ્યાં સપાટી અને નીચે ના તાપમાન માં ૩ થી ૫ ડીગ્રી નો ફરક નોંધાયો છે.અને આજ ફેરફાર ને દયાન માં રાખી ને ઇ. ટી. એચ. ઇ. કામ કરે છે.ખુલ્લા વાતાવરણ માંથી બ્લોઅર થી હવાને પાઈપ દ્વારા ભૂ સપાટી થી નીચે લઇ જઇ,પછી એજ હવા ને ઠંડી કે ગરમ (સપાટી ના તાપમાન થી) થયા પછી ગ્રીન હાઉસ માં લઇ જઇ ને ગ્રીન હાઉસ ના તાપમાન ને નિયંત્રિત કવામાં આવે છે. (આતો થઇ ઇ. ટી એચ. ઇ. ની સાદી સમજ)

(૨) સોલાર કાફેટેરિયા
વિપૂલ ઉર્જા ના અખૂટ કુદરતી સ્ત્રોત તરીકે સૂર્ય ને કોણ નથી જાણતું ? અને સોંરઉર્જા નો વધુને વધુ ઉપયોગ કરી ને માનવ જીવન ની સુખાકારી ને સરળ બનાવવા વિજ્ઞાન હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે.અને આજ ઉર્જા નો ભોજન બનાવવા માટે સૂર્યકુકર જેવા સાધન નો ઉપયોગ આપણે જાણીએ છીએ.કાફેટેરિયા નામ સોંરઉર્જા પર બનાવાયેલા સૂર્યકુકર થી વધુ કાર્યક્ષમ ડીઝાઇન ને આપવામાં આવ્યું, કે જેમાં ફેરીયા ઓ કે હોસ્ટેલ અથવા વધુ માનવ સમુદાય ને માટે એકસાથે પરંપરાગત ઇંધણ ના ઉપયોગ વિના, ધીમા તાપમાન પર બની જતી રસોઈ જેમ કે ભાત, ખીચડી ,દાળ અને અન્ય બેકફૂડ વગેરે બનાવી,આર્થિક અને પર્યાવરણ ને ખુબજ અનુરૂપ પરિણામો મેળવી શકાય છે.ઉલ્લેખનીય છે કે કોઠારા આશ્રમ શાળામાં બાળકો માટે બપોર ની રસોઈ માં આજ સાધન નો ઉપયોગ કરવામાં આવતો.(ઉપર ફોટો ક્રમાંક ૬ માં આશ્રમશાળા ના વિધાર્થીઓ ની પાછળ બેકગ્રાઉન્ડ માં પીળા રંગ ની ફ્રેમ અને રીફ્લેકટર સાથે કાફેટેરિયા નજરે પડે છે.)

(૩) ડીવ વોટર હાર્વેસટીંગ
કચ્છ જેવા રેતાળ અને સુકા પ્રદેશ,માં કે જ્યાં અત્યાર સુધી ઓછા વરસાદ અને પાણીની તીવ્ર અછત હંમેશા થી વર્તાતી રહી છે, ત્યાં માટે આ પ્રોજેક્ટ ખુબ આશીર્વાદ રૂપ સાબિત થાય તેમ છે.સમુદ્ર કિનારો પાસે હોવાથી અને શિયાળા ની ઋતુ માં પડતા ઝાકળ ના પાણી નો પદ્ધતિસર રીતે સંગ્રહ કરી તેને ઉપયોગ માં લેવાની પ્રક્રિયા આ પ્રોજેક્ટ માં સામેલ છે.જેમાં મકાન ના છાપરા ના અને અન્ય કન્ડેન્સર જેવા સાધનો પર ખાસ જાત ના પોલીથીલીન ને કવર કરી ને તેના પર રાત્રી દરમ્યાન વરસેલા ઝાકળ ના પાણી ને એકઠું કરવામાં આવે છે.
આમ આ ત્રણેય પ્રોજેક્ટ પર રીસર્ચ ની પ્રક્રિયા આઈ.આઈ એમ. ની ટીમ કોઠારા, ઉપરાંત સાયરા સુથરી, પાનધ્રો વગેરે સ્થળો એ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે વલ્ડબેંક તરફ થી પણ સારું એવું ફંડિંગ મેળવવામાં સફળતા મળી છે.

Tuesday, November 23, 2010

માવઠું




અરબી સમુદ્ર અને અન્ય વિસ્તારો માં બનતા હળવા દબાણ ની અસરો વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી , તેનું એક ઉદાહરણ અહી જોવા મળ્યું. તા. ૨૨ ના કરાયેલી આગાહી મુજબ આખો દિવસ વરસાદ ઝરમર વરસતો રહ્યો, અને સાંજે વરસાદ રોકાતા ફૂકાયેલા ઠંડા કાતિલ પવનો એ ચોતરફ ટાઢોડું ફેલાવ્યું, સાંજ ના સમયે આકાશ માં દ્રશ્યમાન થયેલી તસ્વીરો. photo- mehul gor-manoj soni