તા. ૭ ના દિવસે કોઠારા ના સર્વ પ્રથમ લીટલગાર્ડન પંચવટી નું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ગામ ની પાણીપૂરવઠા અને સંગ્રહ અંગે ની યોજના નો પાયો નંખાયો, સાથે સાથે આ યોજના સંદર્ભે દાન નો સહિયારો સાથ આપનારા દાતાશ્રીઓ અને વાસ્મો નું અભારદર્શન અને સન્માન કરવામાં આવ્યું...
કલર્સ ચેનલ ની ભરપૂર લોક ચાહના મેળવી રહેલી ધારાવાહિક બાલિકા વધુ ની અભિનેત્રી અને કચ્છ ના અબડાસા તાલુકા ના વાડાપદ્ધર ગામ ની મૂળ વતની, જેને સહુ આનંદી ના નામ થી ઓળખે છે , તે અવિકા ગોર હાલ જ તા. 31 થી 3 ની વચ્ચે પોતાના માદરે વતન ની મુલાકાતે આવી ગયા. તેઓ વાડાપદ્ધર તથા કોઠારા માં આવેલા તેમના કૂળદેવી ના સ્થાને દર્શન માટે આવ્યા હતા. કોઠારા માં તેમણે અડધો કલાક જેટલો સમય ગાળ્યો હતો. મમ્મી અને પપ્પા સાથે અવિકા એ દર્શન કર્યા બાદ થોડી ખરીદી પણ કરી હતી. તા. 2 ના કોઠારા થી તેઓ માતાનામઢ થઇ ભુજ થી મુંબઈ જવા રવાના થયા હતા.....(પોસ્ટ ની તસ્વીરો ગૂગલ સર્ચ અને સંબંધિત વેબસાઈટ ને આભારી.)
કોઠારા કોઠારા માં ગણેશઉત્સવ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ભાવભક્તિ પૂર્વક થઇ, પહેલા દિવસે ગણપતિબાપા નું પૂજન અર્ચન તથા હવન ના વિધિ બાદ બીજા દિવસે, રાત્રે સર્વ ભક્તજનો એ ભજન ની રસલ્હાણ માણી, ત્યાર બાદ ત્રીજા દિવસે સંસ્કૃતિક કાર્યક્રમો માં નાના બાળકો ની અનેરી છટા એ બધાના મન મોહી લીધા, ત્યાર બાદ ચોથા દિવસે ભવ્ય રવાડી જેમાં ગણપતિબાપા મોર્યા ના નાદ થી કોઠારા ની શેરીઓ ગુંજી ઉઠી, અને રાત્રે વામાંસર તળાવ મધ્યે ગણપતિબાપા ની પ્રતિમા નું ભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. (પ્રસ્તુત પોસ્ટ ની કેટલીક તસ્વીરો માટે કચ્છમિત્ર પ્રેસ ફોટોગ્રાફર મનોજ સોની નો સહયોગ મળ્યો તે બદલ હૃદય થી તેમનો આભારી છું.)
કોઠારા કોઠારા ગામની વર્ષોની અભીલાષા પૂરી થઇ હોય , તેવા કાર્ય ની શરૂઆત થઇ, તા. ૦૧/૦૮/૨૦૦૯ ના દિવસે કોઠારા ના ગ્રામ સફાઈ, પાણીના પ્રશ્ન નો નિકાલ થયો, આ દિવસે રૂ. ૧ કરોડ અને ૧૮૦૦૦ ના ખર્ચે વાસ્મો અને હાલ ના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ ભાનુશાળી,થતા લોકફાળા અને અન્ય સહયોગ થી ગટર યોજના નો પાયો નંખાયો.
કોઠારા પવિત્ર શ્રાવણ માસ ની ભીની પ્રભાતે નાયરો નદી ને પાર કરી ને ભક્તો જયાં દર્શને જાય છે તે કામેશ્વર મહાદેવ નું મંદિર ભક્તજનો ની શ્રદ્ધા નું ચિહ્ન છે.