Saturday, August 29, 2009

શ્રી ગણેશ ઉત્સવ







કોઠારા
કોઠારા માં ગણેશઉત્સવ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને ભાવભક્તિ પૂર્વક થઇ, પહેલા દિવસે ગણપતિબાપા નું પૂજન અર્ચન તથા હવન ના વિધિ બાદ બીજા દિવસે, રાત્રે સર્વ ભક્તજનો એ ભજન ની રસલ્હાણ માણી, ત્યાર બાદ ત્રીજા દિવસે સંસ્કૃતિક કાર્યક્રમો માં નાના બાળકો ની અનેરી છટા એ બધાના મન મોહી લીધા, ત્યાર બાદ ચોથા દિવસે ભવ્ય રવાડી જેમાં ગણપતિબાપા મોર્યા ના નાદ થી કોઠારા ની શેરીઓ ગુંજી ઉઠી, અને રાત્રે વામાંસર તળાવ મધ્યે ગણપતિબાપા ની પ્રતિમા નું ભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. (પ્રસ્તુત પોસ્ટ ની કેટલીક તસ્વીરો માટે કચ્છમિત્ર પ્રેસ ફોટોગ્રાફર મનોજ સોની નો સહયોગ મળ્યો તે બદલ હૃદય થી તેમનો આભારી છું.) 

No comments:

Post a Comment