Tuesday, March 6, 2012

વીરો ના સંભારણા,



અબડાસા તાલુકો જેમના નામ થી ઓળખાય છે, એવા વીર અબડા અડભંગ ની યાદ માં દર વર્ષે તેમના સ્થાન રામપર (અબડા) માં ફાગણ વદ એકમ ના ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તા. ૦૯/૦૩/૨૦૧૨ ને શુક્રવાર થી મેળા નો પ્રારંભ થશે.*સવારે ૧૦ કલાકે, નલીયા ત્રિભેટે અબડા અડભંગ દાદાશ્રી ના પૂજન અને હારરોપણ, ત્યાર બાદ ૧૧.૧૫ કલાકે તેમના સ્થાનક રામપર મધ્યે, ધ્વજારોપણ ની વિધિ સંપન્ન થશે. જેની સાથે, ભવ્ય સંતવાણી ( રાત્રે ૧૦ વાગ્યે)નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના નામી કલાકારો જેમ કે દેવરાજભાઈ ગઢવી ,શૈલેશ મારાજ, હરિભાઈ ગઢવી , મેઘરાજભાઈ ગઢવી સાથે સર્વે સાજીન્દાઓ ભજનો ની રમઝટ બોલાવશે.
સાથે સાથે તા. ૧૦ ને શનિવારે સવારે ૯.૩૦ કલાકે વીરપૂજા તથા શસ્ત્રપૂજા , અને બપોરે ૧૨ કલાકે સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.
* જેની સાથે સાથે અબડાસા તાલુકા ના પૂ. સંતો પધારશે,
* સ્વ. અનિરુદ્ધ જેન્તીલાલ ભાનુશાલી ભોજનાલય હોલ નું લોકાર્પણ.
* તથા અન્ય અબડાસા ના અતિથી વિશેષ મહાનુભાવો ની હાજરી...........

No comments:

Post a Comment