Saturday, January 21, 2012

અપવાદ

કુદરત ના રંગો એવા અનેરા છે કે માનવી ના મન ને એને સમજતા જન્મો વીતી જશે. વાત છે એક એવી લાક્ષણીકતા કહો તો , કે મુસીબત કહો, પ્રકૃતિ પોતાના દ્વારા કરતી રચના માં જયારે અપવાદ કે વિસંવાદિતા મુકે ત્યારે આ કાળા માથા ના માનવી ને બે ઘડી વિચારતો કરી દે. વાત છે કોઠારા થી ૩ કિમી. અંતરે આવેલ નાનકડા સાયરા ગામ ની, પશુપાલન નો વ્યવસાય કરતા એક વડીલ વ્યક્તિ કોઠારા આવી પશુ ચિકિત્સક ની ચિંતાતુર ચહેરે શોધ ચલાવી રહ્યા હતા, અંતે ગામ માં તપાસ કર્યા બાદ KFFFDT... આ એન. જી. ઓ. ની સાથે જોડાઈ ને કામ કરતી સંસ્થા પશુપાલક મિત્ર ના ડોક્ટર યશવંત પટેલ સાથે તેમની મુલાકાત થઇ, ડોક્ટર ને સાથે લઇ સાયરા પહોચ્યા બાદ એક, હાસ્ય સહ કરુણા ઉપજાવે તેવું સત્ય બહાર આવ્યું. ચારેક દિવસ પહેલા જન્મેલા એક ઘેટીના નર બચ્ચાને કુદરતે મળમાર્ગ જ આપ્યું ન હતું. આવી સ્થિતિ માં બચ્ચાનું લાંબુ જીવવું કદાચ મુશ્કેલ બની જાય, પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ડો. યશવંતે પશુપાલક ની સહમતી થી સીઝીરીયન નો પ્રયાસ કરી એક જીવ બચવા ની સંભાવના દર્શાવી , અને સફળતાથી પાર પડી. સીઝર પૂરું થતા જ જાણે બચ્ચા એ મુક્તતા નો આરામ લીધો , અને પશુપાલક ના મન પર થી જાણે ખુબ મોટો બોજ ઉપડ્યો, અત્રે ઉલ્લેખનીય છે કે દરેક પશુપાલક પોતાના પશુધન ની પોતાના કુટુંબ ની જેમ જ સાચવણી કરતા હોય છે. અને તેમ પર આવતી મુશ્કેલી ને તેઓ પોતાની જ મુશ્કેલી સમજે છે, કેમ કે એક બીજા પર તો નિર્ભર છે, તેમનું જીવનધોરણ......

આઈ. ટી. આઈ. પ્રવેશ અંગે.

આઈ .ટી. આઈ. કોઠારા ના કોપા. અને વેલ્ડર ટ્રેડ માટે એડમિશન ચાલુ છે, રસ ધરાવતા ઉમેદવારો એ તા. ૨૫/૦૧/૨૦૧૨ સુધી સંપર્ક કરવા જણાવાયું છે.
PH. - 02831282001

Tuesday, January 3, 2012

ઇલેક્શન-કોઠારા...




ફરી એક વાર કોઠારા જૂથ ગ્રામપંચાયત ની સરપંચ પદ માટે ની ચુંટણી માં કેસરિયો રંગ ચમક્યો..
કુલ ૧૩ સભ્યો ની પેનલ માં ૭ વિજેતા ઉમેદવાર તરફ થી બહુમતી માં આવતા લોકો માં પોતે કરેલા મતદાન અને વિકાસ કાર્યો નું સ્વપ્ન સાકાર થવા તરફ મીટ મંડાઈ છે.......
આ વખતે આ બેઠક સામાન્ય સ્ત્રી માટે હતી, જેમાં સુવર્ણાબેન ચેતન રાવલ વિજેતા બન્યા હતા.
(આ સાથે જીત ની ઉજવણી ના કેટલાક દ્રશ્યો )
ફોટો બાય - મનોજ સોની.

Friday, December 23, 2011

અબડાસા ની ઠંડી

મોસમ ની અસર થી કોણ બચીને રહ્યું છે ? તેમાંય અબડાસા ની ઠંડી.....
ઠંડી સવારમાં સળગાવેલા કચરા ની ગરમી નો અહેસાસ મળતા એક ગાય પણ મનુષ્યો ની જેમ તાપણે તાપી ને ઠંડી થી રાહત મેળવી રહી છે.

Tuesday, November 15, 2011

શિલ્પ-સ્થાપત્ય અને અબડાસા..


અબડાસા ની ધિંગી ધરા વીરો અને દાનવીરો માટે પ્રખ્યાત છે, આવો આજે એક લટાર મારીએ આ ધરતી પર ના સપૂતો , એ દાનવીરો , એ કલાકારોએ વીતેલા સમય માં પોતાના પ્રાણ રેડી ને બેજાન પથ્થરો માં પ્રાણ પૂર્યા, અને જોઈએ કેટલાક કળા ના બેનમૂન સ્થાપત્યોને....

અબડાસા માં લગભગ ૪૦૦ વર્ષ જેટલા જુના મંદિરો ,દેરાસર અને દરગાહો આવેલા છે, જેમાં આજે પણ પ્રાચીન શિલ્પકળા દ્રશ્યમાન થાય છે, જેમાં કેટલાક સ્થળો હવે સમય ની થપાટો સહી સહી ને કદાચ ભૂતકાળ બની જશે,

પ્રાચીન શિલ્પ-સ્થાપત્યો માં કચ્છ માં કેરા-કોટ , પુઅરેશ્વર, તેરા અને લખપત જેવા સ્થળો જાણીતા છે, અને એવા પણ અનજાન સ્થળો કે જ્યાં કળા પોતાના પૂર્ણ શ્રુંગાર સજી ને આજે પણ આવનાર ના મન ને રોમાંચિત કરેછે...
SPL. THANKS TO - KAMAL K. GOR

Monday, August 29, 2011

શ્રી ગણેશ મહોત્સવ્ ૨૦૧૧


*શ્રી ગણેશ મહોત્સવ્ ૨૦૧૧ ની તૈયારીઓ માં કોઠારા,
*તા.૦૧/૦૯/૨૦૧૧ થી મહોત્સવ્ નો પ્રારંભ,
સવારે
સ્વાગત સામૈયું
શ્રી ગણેશ સ્થાપના,
રાત્રે
સાંસ્કૃતિક કાર્યક્રમો
કચ્છી નાટક,

*તા.૦૨/૦૯/૨૦૧૧
સવારે
શ્રી ગણેશ મહાયજ્ઞ
(૧૦૦૮ લાડુ ની આહુતિ)
સાંજે
શ્રી મહા આરતી,
રાત્રે
ભવ્ય સંતવાણી
(શ્રી લક્ષ્મણ બારોટ,શ્રી જગમાલ બારોટ)

*તા.૦૩/૦૯/૨૦૧૧
ઢળતી બપોરે
ભવ્ય રવાડી .........

કોઠારા - વરસાદ ની સાથે સાથે...

THIS PHOTO-BY MANOJ SONI







તા. ૨૮ ની સાંજ થી આવી પહોચેલી મેઘસવારીએ મોડી રાત્રી સુધી વરસવાનું જારી રાખ્યું , અને સાથે ગાજવીજ ની પણ કોઈ કસર બાકી ન રહી, રાત્રી ના સમયે વિદ્યુત પૂરવઠો જે ખોરવાયો ,તેને પૂનઃ વહેતો કરવામાં ૨૪ કલાક જેટલો સમય લાગી ગયો, આ લખાય છે ત્યારે વામાંસર તળાવ માં આવ્ શરુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આકાશી વીજળી એ કરેલા નુકશાન થી વીજતંત્ર ની ટીમ ૨૪ કલાક માટે અવિરત કામ માં પરોવાઈ હતી...આ સાથે કેમેરા માં કેદ થયેલ વરસાદ ની સંગાથે ગાજ-વીજ ની કેટલીક પળો આપ ની સમક્ષ........