હોમહવન ની સંગાથે સમગ્ર કથા એ વિરામ લીધો, તા. ૧૬ થી ૨૨ સુધી કોઠારા માં યોજાએલ શ્રીમદ ભાગવતજી નું વ્યાસાસને થી ગાન કરનાર જુનાગઢ ના શ્રી વિપુલક્રિષ્ણ શાસ્ત્રી રહ્યા હતા. અને મુખ્ય યજમાન પદે સ્વ. કેસરબેન મુલજી નાકર પરિવાર મંજલ વાળા રહ્યા હતા.
દિવસ ના સમયે કથારસ પાન કર્યા બાદ રાત્રે ભજન ની રસલ્હાણ, જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના જાણીતા ઓસ્માણ મીર,રાજેશ ગઢવી તથા અન્ય કલાકારો એ હરિનામ થી વાતાવરણ માં ભક્તિ ની સોંગાત પાથરી હતી.તેમજ બહાર થી આમંત્રિત ખાસ મહેમાનો અને સમાજ ની વિશિષ્ટ પ્રતિભા ઓ નું સન્માન પણ કરાયું હતું.