Friday, July 23, 2010

મેઘરાજા ની પધરામણી








તા. ૨૨ ની સવારે શરુ થયેલ વરસાદે જાણે રંગ રાખી દીધો, ગુજરાત સૌરાષ્ટ્ર ના વરસાદી સમાચારો ની સંગાથે રાહ જોઈ રહેલા સમગ્ર કચ્છીઓ ની આતુરતા ની સુખદ; સીમા આવી. કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માં સારા વરસાદ ની વધામણી આપતા લોકો ઠેર ઠેર નજરે પડ્યા. કોઠારા ના તળાવો માં પાણી ની આવક શરુ થતા તા. ૨૩ સવાર સુધી માં ૪૦ ટકા જેટલી સપાટી એ ખુરસીસર તળાવ ભરાયું હતું, એક અંદાજ મુજબ સમગ્ર દિવસ દરમ્યાન જો આજ રીતે વરસાદ ચાલુ રહેશે તો આજ રાત્રી કે કાલ સવાર સુધી માં તળાવ ઓગની જવા ની પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કપાસ,મગફળી,જુવાર,બાજરો,ગૂવાર જેવા પાક લેતા આ વિસ્તાર માટે આ વરસાદે સોના માં સુગંધ ભેળવી છે...
pahela warsaad ni samgra kothara wasio ne wadhamani...

No comments:

Post a Comment