
શ્રાવણ માસ ના વિરામ બાદ ભાદ્રપદ ની સુદ ચતુર્થી સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર માં લોકપ્રિય ભક્તિ મહોત્સવ ની જેમ ઉજવાય છે. એટલે કે ભગવાન શિવ ના પૂત્ર, ગણો ના નાયક, દેવતાઓ માં પ્રથમ પૂજનીય, વિઘ્નો ને હરનારા અને સંસાર ના સૌથી અનોખા દેવ શ્રીગણેશજી, ની જ આપણે વાત કરી રહ્યા છીએ , દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કોઠારા ગામ આંનંદ-ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ ની વચ્ચે ૧૬ મો શ્રી ગણેશ મહોત્સવ ઉજવવા ની તૈયારીઓ માં લાગી ગયું છે. શ્રી ગણેશ યુવકમંડળ ના પુરુષાર્થ અને પૂર્ણ લોકસહયોગ થી આ વર્ષે તા. ૧૧/૧૨/૧૩-૦૯-૨૦૧૦ આ દિવસો દરમ્યાન આ આયોજન થઇ રહ્યું છે., જેમાં શ્રી ગણેશ મહાયજ્ઞ , સંતવાણી અને અન્ય સંસ્કૃતિક કાર્યક્રમો તથા ભવ્ય રવાડી ની સંગાથે આ પર્વ ની ઉજવણી કરાશે, કાર્યક્રમ ની વધુ વિગતો ટૂંક સમય માં જ સાઇટ પર આપ મેળવી શકશો.