Friday, July 23, 2010

મેઘરાજા ની પધરામણી








તા. ૨૨ ની સવારે શરુ થયેલ વરસાદે જાણે રંગ રાખી દીધો, ગુજરાત સૌરાષ્ટ્ર ના વરસાદી સમાચારો ની સંગાથે રાહ જોઈ રહેલા સમગ્ર કચ્છીઓ ની આતુરતા ની સુખદ; સીમા આવી. કોઠારા તથા આસપાસ ના વિસ્તારો માં સારા વરસાદ ની વધામણી આપતા લોકો ઠેર ઠેર નજરે પડ્યા. કોઠારા ના તળાવો માં પાણી ની આવક શરુ થતા તા. ૨૩ સવાર સુધી માં ૪૦ ટકા જેટલી સપાટી એ ખુરસીસર તળાવ ભરાયું હતું, એક અંદાજ મુજબ સમગ્ર દિવસ દરમ્યાન જો આજ રીતે વરસાદ ચાલુ રહેશે તો આજ રાત્રી કે કાલ સવાર સુધી માં તળાવ ઓગની જવા ની પૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે કપાસ,મગફળી,જુવાર,બાજરો,ગૂવાર જેવા પાક લેતા આ વિસ્તાર માટે આ વરસાદે સોના માં સુગંધ ભેળવી છે...
pahela warsaad ni samgra kothara wasio ne wadhamani...

Wednesday, July 21, 2010

કચ્છબંધ ના પડઘા



તા. ૨૦ મી. જુલાઈ ના રોજ સમગ્ર કચ્છબંધ ના પડઘા રૂપે કોઠારા માં પણ બંધ ની અસરો દેખાઈ હતી લગભગ ૮૦ થી ૯૦ ટકા વ્યાપારીઓનો પ્રતિસાદ બંધ તરફી દેખાયો હતો...{આ બંધ ભુજ ના કેટલાક વ્યાપારીઓ  ની ધરપકડ ના વિરોધ ને સંબંધિત બાબતો ને લઇ ને પડયો હતો, અત્રે  ઉલ્લેખનીય છે કે ભુજ નું હોલસેલ માર્કેટ પણ આજ બાબત ને લઇ ને છેલ્લા કેટલાક સમય થી બંદ રાખવામાં આવ્યું છે.}

Friday, July 2, 2010

કોઠારા માં I.T.I નો પ્રારંભ











કોઠારા તથા આસપાસ ના ગામો ના વિધાર્થીઓ માટે ઉધોગલક્ષી તાલીમ અને રોજગારી ની વિપુલ તકો મળે તે આશયે i.t.i. નો પ્રારંભ,એ વિકાસ ની દિશા માં અબડાસા નું એક કદમ ગણાય... ચાલો ત્યાં જઈને જોઈએ.......

Saturday, June 19, 2010

કોઠારા સમાચાર

* કોઠારા ગટર યોજના નું કાર્ય પૂર્ણતા ના આરે.
* તા. ૦૧/૦૨/૨૦૧૦ થી કોઠારા માં (i.t.i ) ઔધોગિક તાલીમ સંસ્થા નો પ્રારંભ.
જેમાં અત્યારે ૪ જેટલા ટ્રેડ ની થયેલી શરૂઆત.
* 'ફેટ' નામના વાવાઝોડા ની વળતી અસરો ને લીધે અબડાસા માં પણ વાવણી લાયક વરસાદ.
કોઠારા ના તળાવો માં પણ પાણીની આવક થતા લોકો ખુશ ખુશાલ.
* કોઠારા પાસે ના ભેદી ગામે રાજા ગોપીચંદ (પઠાપીર) ના પ્રાચીન સ્થાન પર
અખાત્રીજ તા.૧૬/૦૫/૨૦૧૦ ના ભરાયો મેળો.

Wednesday, March 24, 2010

શ્રીમદ ભાગવતકથા 5






હોમહવન ની સંગાથે સમગ્ર કથા એ વિરામ લીધો, તા. ૧૬ થી ૨૨ સુધી કોઠારા માં યોજાએલ શ્રીમદ ભાગવતજી નું વ્યાસાસને થી ગાન કરનાર જુનાગઢ ના શ્રી વિપુલક્રિષ્ણ શાસ્ત્રી રહ્યા હતા. અને મુખ્ય યજમાન પદે સ્વ. કેસરબેન મુલજી નાકર પરિવાર મંજલ વાળા રહ્યા હતા.

શ્રીમદ ભાગવતકથા 4







કથા અંતર્ગત શ્રી ક્રિષ્ના રુક્ષ્મણી વિવાહ ની યાદગાર તસ્વીરો...  

Monday, March 22, 2010

શ્રીમદ ભાગવતકથા 3

























દિવસ ના સમયે કથારસ પાન કર્યા બાદ રાત્રે ભજન ની રસલ્હાણ, જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના જાણીતા ઓસ્માણ મીર,રાજેશ ગઢવી તથા અન્ય કલાકારો એ હરિનામ થી વાતાવરણ માં ભક્તિ ની સોંગાત પાથરી હતી.તેમજ બહાર થી આમંત્રિત ખાસ મહેમાનો અને સમાજ ની વિશિષ્ટ પ્રતિભા ઓ નું સન્માન પણ કરાયું હતું.